News Portal...

Breaking News :

આગામી સ્થાયી સમિતીમાં 23 કામોની દરખાસ્ત કરાઇ , રાજકમલ બિલ્ડર્સને બખ્ખા

2025-06-05 10:30:12
આગામી સ્થાયી સમિતીમાં 23 કામોની દરખાસ્ત કરાઇ , રાજકમલ બિલ્ડર્સને બખ્ખા


આગામી 6મેના રોજ મળનારી સ્થાયી સમિતીની બેઠકમાં વિવિધ વિભાગના કામોની 23 દરખાસ્તો રજુ કરાઇ છે. 


જેમાં કમાટીબાગમાં પક્ષી ઘરથી લાયન ટાઇગર એન્ક્લોઝર તરફ આવેલ જુના બ્રિજની સમાંતરે નવીન ફૂટ ઓવર બ્રિજ બનાવાના કામે રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રા.પ્રા લિના 32 ટકા વધુના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કમિશનર દ્વારા કરાઇ છે. અંદાજીત રકમ 11,055,2069 રુપિયાની આ દરખાસ્ત રજૂ કરાઇ છે. ઉપરાંત ફાયર બ્રિગેડ માટે અક્ષ એન્ટરપ્રાઇઝને 19.21 ટકા વધુના ભાવે બ્રિધીંગ એપાર્ચસ એસસીબીએ સેટ ખરીદવાની દરખાસ્ત કરાઇ છે. 


આ સાથે સ્ટ્રીટલાઇટ વિભાગ, મિકેનીકલ વિભાગ રોડ પ્રોજેક્ટ શાખાની 5, પાણી પુરવઠા વિતરણ શાખાની 3 અને પાણી પુરવઠા ઇલે-મિકે શાખાની 5 અને બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાની 2ડ્રેનેજ અને વરસાદી ગટર શાખાની 2 ઉપરાંત ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાની 1 એમ મળીને કુલ 23 કામોની દરખાસ્ત સ્થાયીમાં કરવામાં આવી છે.

Reporter: admin

Related Post