News Portal...

Breaking News :

CBI નામે મની લોન્ડરિંગ કેસમાં ડિજિટલ એરેસ્ટમાં સિનિયર સિટીઝને 23 લાખ ગુમાવી

2025-03-05 16:30:58
CBI નામે મની લોન્ડરિંગ કેસમાં ડિજિટલ એરેસ્ટમાં સિનિયર સિટીઝને 23 લાખ ગુમાવી


વડોદરા: શહેરમાં ડિજિટલ એરેસ્ટના ઉપરાછાપરી કેસો બની રહ્યા છે. આજવા રોડના એક સિનિયર સિટીઝને આવી જ રીતે 23 લાખ ગુમાવી દેવાનો વધુ એક કિસ્સો તેમાં ઉમેરાયો છે.


આજવા રોડની મેડિકલ કોલેજ પાસે રહેતા સીનીયર સીટીઝન પરેશભાઈ બાબુલાલે પોલીસને કહ્યું છે કે, ગઈ 21 ડિસેમ્બરે સવારે અભય મિશ્રા નામની વ્યક્તિ એ મને ફોન કરી કહ્યું હતું કે મને લોન્ડરીંગના કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે, તમારે પોલીસ કમ્પ્લેન કરવી પડશે અને સાયબર ક્રાઇમના આઇપીએસ રાકેશ કુમાર તમને કોલ કરશે.ત્યારબાદ આઇપીએસ રાકેશકુમારના નામે મને વિડીયો કોલ આવ્યો હતો અને તેણે 6.80 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અશોક ગુપ્તાએ 300થી વધુ પોલીસ અધિકારીઓ, પોલિટિશિયન તેમજ અન્ય લોકોને લીંક કરી 17 ફેમિલી સાથે છેતરપિંડી કરી છે,તપાસ દરમિયાન તમને 1 લાખ કમિશન અને 10% રકમ એકાઉન્ટમાં જમા થઈ હોવાનું જણાઈ આવ્યું છે.. તેમ કહ્યું હતું.


સિનિયર સિટીઝને કહ્યું છે કે, રાકેશ કુમારે મને તપાસમાં સહયોગ આપવા તેમજ એરેસ્ટ કરવા માટે ફિઝિકલ ઇન્વિટેશન અને પ્રાયોરિટી ઇન્વેસ્ટીગેશનના બે ઓપ્શન આપ્યા હતા. જેમાં પ્રાયોરિટી ઇન્વેસ્ટિગેશનમાં રીમોટ મોડ અને ગુપ્તતા રાખવાની તેમજ એરેસ્ટ વોરંટ-બેન્ક એકાઉન્ટ હોલ્ડ પર રાખવાની સવલત હોવાથી તે ઓપ્શન પસંદ કર્યો હતો. મને બેંક રિલેટેડ બધી માહિતી એકત્રિત કરવા માટે સમય આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત દર કલાકે i m safe... નો મેસેજ કરવા સૂચના આપી હતી. પ્રાયોરિટી ઇન્ડસ્ટ્રીકેશન માટે મારી પાસે સીબીઆઇમાં અપીલ કરવા માટે સમજાવવામાં આવ્યું હતું. મેં અપીલ કરતાં સીબીઆઇના ચીફ શોભા શર્માનો સંપર્ક નંબર પણ મોકલવામાં આવ્યો હતો. મારી અરજી મંજૂર કરવામાં આવી હોવાનું કહી બેંકની રકમો નેશનલ ટ્રેઝરી ટ્રસ્ટમાં 24 થી 72 કલાક સુધી જમા રહેશે તેમ કહેવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post