અલ્મોડા : ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં 22 લોકોનાં મોત થયા છે. જ્યારે 20 મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં 42 મુસાફરો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે કહ્યું- સોલ્ટ અને રાનીખેતથી બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જેમાં 22 લોકોના મોતના થયા છે.
બસ કિનાથથી રામનગર જઈ રહી હતી. જેમાં મોટાભાગના સ્થાનિક લોકો સવાર હતા. કુપીની નજીક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો ને લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું.
પોલીસે જણાવ્યું કે બસ ગઢવાલ મોટર્સની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસ ઘણી જૂની હતી. હાલ અકસ્માત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ પ્રાથમિકતા ઘાયલોને બચાવવાની છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.
Reporter: admin