News Portal...

Breaking News :

21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ.રાજીવ ગાંધીની 80મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ

2024-08-20 11:22:16
21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ.રાજીવ ગાંધીની 80મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ


વડોદરા : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ.રાજીવ ગાંધીની 80મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944માં થયો હતો. તેઓ દેશના સૌથી નાની ઉમરના PM બન્યા હતા.રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ રસ ન હતો. તેઓ એક એરલાઈન પાયલટની નોકરી કરતા હતા તેમા ખુશ હતા. કટોકટી સમયે ઈન્દિરા ગાંધીને સત્તા છોડવી પડી. 1980માં નાના ભાઇ સંજય ગાંધીનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થવાથી અને બાદમાં માતા ઇન્દિરા ગાંધીને સાથ આપવા માટે તેઓ રાજનીતિ આવ્યા હતા રાજીવ ગાંધી સંજય ગાંધીની લોકસભા સીટ પરથી સાંસદ બન્યા હતા. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધી 1984થી 1989 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. પંચાયત રાજને મજબૂત કરવા, દૂર સંચાર, કોમ્પ્યુટરમાં ક્રાંતિ અને યુવાઓને 18 વર્ષે મત આપવાનો અધિકાર રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો. 


રાજીવ ગાંધી વર્ષ 1966માં બ્રિટનમાં પ્રોફેશનલ પાયલટ બની ભારત આવ્યા. તેઓ દિલ્હી- જયપુર-આગરા રૂટ પર વિમાન ચલાવતા હતા. જયારે તેઓ PM બન્યા ત્યારે તેમની ઉંમર 40 વર્ષ અને 72 દિવસ હતી. MTNL, BSNL અને PCO તેમના કાર્યકાળમાં મેળવ્યુ હતુ. દેશમાં ટેલિકોમ ક્રાંતિ તેમના સમયમાં આવી હતી. તેવા રાજીવ ગાંધીના જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા અમીબેન રાવત, નરેન્દ્ર રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના નગરસેવકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Reporter: admin

Related Post