લેબેનોન : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું ઘર્ષણ હવે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે પૂર્ણ યુદ્ધમાં પલટાઈ ગયું છે.
ઈઝરાયેલે દક્ષિણ લેબનોન પર સોમવારથી શરૂ કરેલો હવાઈ હુમલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. ઈઝરાયેલે બે દિવસમાં લેબનોનના 1600 સ્થળો પર 650થી વધુ હુમલામાં 2000બોમ્બમારો કર્યો હતો, જેમાં 600થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોનમાં 1975 થી 90 સુધી ચાલેલા ગૃહયુદ્ધ પછી એક જ દિવસમાં આ સૌથી વધુ મોત થયા છે. બીજીબાજુ હીઝબુલ્લાહે ઈઝરાયેલ ઉપર 200 રોકેટનો મારો કર્યો હતો, પરંતુ આ રોકેટ તેની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયા હતા.
લેબનોનમાં પેજર અને વોક-ટોકીમાં વિસ્ફોટ કર્યા પછી હીઝબુલ્લાહે ઈઝરાયેલને વળતા હુમલાની ધમકી આપી હતી. હીઝબુલ્લાહ હુમલો કરવાની તૈયારી કરે તે પહેલાં જ ઈઝરાયેલે સોમવારે દક્ષિણ લેબનોન પર સૌથી મોટો જીવલેણ હુમલો કરીને હિઝબુલ્લાના 320થી વધુ લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલનો હવાઈ હુમલો સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો, જેમાં 50 બાળકો અને 100થી વધુ મહિલાઓ સહિત 600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
Reporter: admin