મહાનગરપાલિકા દ્વારા હાઇવે પરથી વરસાદના પાણી શહેરમાં પ્રવેશે નહીં તેના માટે છેલ્લા ઘણા વર્ષથી 200 કરોડ ઉપરાંતના ખર્ચ માટે નો માત્ર સર્વે ચાલી રહ્યો છે. પાલિકાએ ખર્ચો તો કર્યો પણ બધા રૂપિયા પાણીમાં ગયા. અત્યારે નાગરિકોને વેઠવાનો આવી રહ્યો છે. જેના પગલે નાગરિકો ચોમાસામાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એક બાજુ નાગરિકોને પીવાનું પાણી તો મળતું નથી પણ વરસાદી પાણી ઘર સુધી આવી ગયું છે.
વડોદરા શહેર સ્માર્ટ સુધી તરફ આગળ વધી રહ્યું છે. ક્યારે વિકાસ લક્ષી બધા કામો પણ બધા સ્માર્ટ થઈ રહ્યા છે. શહેરમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી હાઇવે પરથી શહેરમાં પ્રવેશે છે જેને પગલે કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી વરસાદી પાણી નો નિકાલ બે થી ત્રણ દિવસે થતો હોય છે. ત્યારે હાઇવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાંના પ્રવેશે તેના માટે કોર્પોરેશન દ્વારા અંદાજે આઠ દસ વર્ષથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે જે સર્વે મુજબ અંદાજિત 200 કરોડ ઉપરાંતના ખર્ચે લાઈન નાખવી પડે તેમ છે પરંતુ આટલો મોટો ખર્ચ માટે હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી જેને પગલે હાલમાં જ પડેલ વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓ જળબંબાકાર બની હતી અને ત્રણથી ચાર દિવસ સુધી વરસાદી પાણીમાં રહીશો બાનમાં રહ્યા હતા.ત્યારે હાલમાં હાઇવે પરથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાઇવે ના સમાંતર કાંસ બનાવવામાં આવી છે અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરોમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
પરંતુ આમ છતાં હાઇવે પર કેટલીક જગ્યાએ કાસમા પાણી ધીમું અથવા તો વેગથી પસાર થઈ રહ્યું છે જ્યાં ધીમી ગતિએ પાણી વહે છે ત્યાં કાસને ખોદવાની જરૂર છે પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાંસ હોય હાલમાં શક્ય નથી ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ ઘાસને ખોદીને ઊંડી તેમજ પહોળી કરે જેથી કરીને હાઇવે પરના વરસાદી પાણી હાઇવે નજીક આવેલી સોસાયટીમાં પ્રવેશે નહીં અને નાગરિકોને હાર્ડ મારી ઉઠવાનો વખત ના આવે ત્યારે જોવું એ રહ્યું કે કોર્પોરેશન હાલમાં વરસાદ રોકાયો છે ત્યારે કઈ રીતની કામગીરી કરી નાગરિકોને વરસાદી પાણીના ભરાવાથી છુટકારો અપાવે છે. કરોડોનો ખર્ચો કર્યા પછી પણ અત્યારે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે. જોકે એમાં પણ અધિકારીઓને કોન્ટ્રાક્ટરને મીલીભગતથી સહિયારો ભ્રષ્ટાચારમાં કરવામાં આવ્યો છે. જો પાલિકા કોઈપણ એક રૂપિયાનો ખર્ચ કરે તો તેની પર સર્વે કરતી હોય છે તો આટલો મોટો 200 કરોડથી વધુનું જ્યારે ખર્ચ કરવામાં આવ્યો તો નાગરિકોને કેમ હજુ પણ વેઠવાનો વારો આવે છે તે એક મહત્વનો સવાલ છે? 200 થી વધુ કરોડ ખર્ચવામાં આવ્યા કે એ પણ પછી પાણીમાં ગયા?
Reporter: