અમદાવાદ: શહેરમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફીનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જાણ થતા દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.મળતી માહિતી મુજબ, 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા.
કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.
Reporter: admin