વડોદરામા જવેલર્સનો વ્યવસાય કરનાર મહિલા બેન્ક મેનેજરની ખોટી ઓળખ આપી ગોલ્ડ લોનમાં વ્યાજ ન લેવાની લાલચ આપી 3 કિલો 400 ગ્રામ સોનું મેળવી કુલ રૂપિયા 2.50 કરોડથી વધુની છેતરપિંડી આચારી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાઇ છે.
આ અંગે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ગૌતમ નગર સોસાયટીમાં રહેતા અને જવેલર્સનો વ્યવસાય કરતા દિપાલીબેન પરેશભાઈ દુર્લભજી મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, માંજલપુર વિસ્તારમાં જવેલર્સની દુકાન આવેલી છે. આજથી દોઢ-બે વર્ષ પહેલા વિશાલ જયંતીભાઈ ગજ્જર (રહે કે / 403 વેદાંત વિશ્રામ ટાવર જાંબુવા જીઈબી સ્ટેશન નજીક વડોદરા)એ મારી જ્વેલર્સની દુકાનને આવી પોતાની ઓળખાણ કેનેરા બેંકના મેનેજર તરીકે આપી મને જણાવ્યું કે તમે ગોલ્ડ લોન લો છો કે કેમ? જો લેતા હોય તો અમારી બેંકમાં લોન કરાવો તમને બેસ્ટ સર્વિસ મળશે તેવી વાત કરી હતી.લોનની ના પાડી છતાં ધૂતરો આવતો પરંતુ તે દરમિયાન અમે આ બાબતે ના પાડી હતી, ત્યારબાદ વિશાલ અમારી દુકાને ત્રણથી ચાર વખત આવ્યો હતો અને કેનેરા બેંકમાં લોન કરાવવા જણાવ્યું હતું. દર વખતે તેઓને ના પાડવા છતાં એકવાર આ વિશાલ અમારી દુકાનમાં આવ્યો અને અમને બેંકમાં લોન કરાવશો તો હું તમારી લોનનું વ્યાજ લઈશ નહીં અને ફ્રીમાં લોન આપીશ. તેવી વાત કરતા અમે કેનેરા બેંકમાં માંજલપુર શાખા વડોદરા ખાતે પ્રથમ સોનાના બદલામાં 13,50,000ની લોન લીધી હતી.
અવારનવાર દાગીના ઠગબાજ લઈ જતો ત્યારબાદ અમે તે લોનનું વ્યાજ ભર્યું નહોતું અને બાદમાં દાગીના છોડાવી લીધા હતા, ત્યારબાદ અવારનવાર વિશાલ ગજ્જર અમારી દુકાને આવીને અવારનવાર દાગીના લઈ જતા હતા. ત્યારે તેઓએ અલગ અલગ સમયે વિવિધ ગોલ્ડ ઉપર લોન આપી હતી અને તેઓએ પોતાની ઓળખાણ કેનેરા બેંકના મેનેજર તરીકે આપી હતી. ગોલ્ડ લોન કરાવી આપવાનું જણાવી ફરિયાદી પાસેથી સોનાના દાગીનાઓ આજદિન સુધી કુલ મળીને 3 કિલો 400 ગ્રામ જેની કુલ કિંમત 2,16,65,000ની લઈ જઈ અન્યના નામે ગોલ્ડ લોન આપી દીધી હતી.આરોપીએ ફરિયાદીના હાઉસિંગ લોનના નામે વધારાની 24 લાખની લોન મેળવી હતી. ત્યારબાદ તેને અન્ય ખાતેદારોના ખાતામાં ટ્રાન્સફર કરી અને પૈસા ઉપાડી લીધા હતા. બાદમાં ફરિયાદીના પતિના પણ વિશ્વાસ આપીને 10 લાખની લોન કરાવી હતી તેમાં પણ છેતરપિંડી હતી. આ આરોપી પોતે બેંકનો મેનેજર હોવાની વાત કરીને એકબીજાના ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરતો હતો. આ આરોપીએ ગોલ્ડ લોન સહિત હાઉસિંગ લોન અને દુકાન પર વધારાની લોન આપી હતી. ટુંકમાં આરોપીએ શરૂઆતમાં ગોલ્ડ લોનના નામે દાગીના લઈ તેનું વ્યાજ નહીં લઉં તેવું કહીને લોન આપી હતી એટલે ફરિયાદીએ લાલચમાં આવી અને વધુ રોકાણ કર્યું અને અન્ય લોનું માગી અને આખરે 2.50 કરોડથી વધુની છેતરપિંડી આચરી ગયો છે.
Reporter: News Plus