News Portal...

Breaking News :

ગોધરાના વિવાદિત જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરા એક્ઝામ સેન્ટર પર 181 પરીક્ષાર્થીઓએ નીટની પરીક્ષા ક્વોલિફાઇ કરી

2024-07-20 19:06:40
ગોધરાના વિવાદિત જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરા એક્ઝામ સેન્ટર પર 181 પરીક્ષાર્થીઓએ નીટની પરીક્ષા ક્વોલિફાઇ કરી




વડોદરા : નીટ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા કેન્દ્ર અને સિટી મુજબ માર્કસ જાહેર કરી દીધા છે. જાહેર કરવામાં આવેલા કેદ્ર અને શહેર મુજબ માર્ક્સ અનુસાર, ગોધરાના વિવાદિત જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરા એક્ઝામ સેન્ટર પર 181 પરીક્ષાર્થીઓએ નીટની પરીક્ષા ક્વોલિફાઇ કરી છે. 
જોકે, નીટ યૂજી પરીક્ષામાં ગરબડીના મામલે સૌથી વધુ ચર્ચા ગુજરાતના જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરાની રહી છે. ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ કેસમાં સીબીઆઇએ સ્કૂલના પ્રિંસિપાલ પુરૂષોત્તમ શર્મા અને એક શિક્ષક તુષાર ભટ્ટ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના અનુસાર ફિજિક્સ ટીચર તુષાર ભટ્ટને નીટ-યૂજી પરીક્ષા કેન્દ્રમાં ડેપ્યુટી સુપ્રિટેંડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું તેમને જેટલું આવડતું હોય એટલું પેપર સોલ્વ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને બાકી છોડી મુકવા માટે કહેવામાં આવ્યું હતું, જેને સોલ્વ કરવાની જવાબદારી શિક્ષક તુષાર ભટ્ટની હતી.



ગોધરામાં કોપીના આરોપ બાદ ગુજરાત પોલીસે તુષાર ભટ્ટ, રોય, પુરૂષોત્તમ શર્મા, વિભોર આનંદ અને સ્કૂલ શિક્ષકો સાથે સંકળાયેલા મધ્યસ્થ આરિફ વોરાના નામ સામેલ છે. રોયને બાદ કરતાં સીબીઆઇને ચારેય આરોપીઓના રિમાન્ડ મળ્યા હતા. શિક્ષક તુષાર ભટ્ટ પેપર સોલ્વ કરવાના હતા. પરીક્ષા કેન્દ્ર પર જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું, તેમણે OMR શીટમાં જેટલું આવડતું હતું એટલા લખવાનું કહ્યું અતું, બાકીનું પેપર તુષાર ભટ્ટ સોલ્વ કરવાના હતા. 
તુષારે સ્વિકાર્યું હતું કે તેણે પેપર સોલ્વ કરવાના બદલામાં વિદ્યાર્થી પાસેથી 10-10 લાખ રૂપિયાની માંગ કરી હતી.
પોલીસે તુષાર ભટ્ટના મોબાઇલ ફોનમાંથી 5મે ના રોજ 16 પરીક્ષાર્થીઓના નામ, રોલ નંબર અને તેમના પરીક્ષા કેન્દ્રોની એક યાદી મળી હતી. 



આ વિવાદિત પરીક્ષા કેન્દ્રનો કોડ 220502 છે. એનટીએ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર આ પરીક્ષા કેન્દ્ર પર 5 મેના રોજ કુલ 648 ઉમેદવારોને અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન માટે  NEET UG 2024 ની પરીક્ષા આપી હતી. તેમાંથી 181 ઉમેદવારોએ નીટ યૂજી પરીક્ષા ક્વોલિફાઇ કરી છે. આ વર્ષે જનરલ કેટેગરી માટે પાસિંગ માર્ક્સ 164 છે. 
ગોધરાના જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરાના આ પરીક્ષા કેન્દ્ર પર 720માંથી ટોપ સ્કોર 600 પોઇન્ટ રહ્યો છે, ફક્ત એક વિદ્યાર્થીને સૌથી વધુ 600 માર્ક્સ મળ્યા છે, જ્યારે 7 વિદ્યાર્થીને 500 અથવા તેનાથી વધુ માર્ક્સ મળ્યા છે. આ પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ માર્ક્સ 200 છે. સૌથી ઓછા -12 છે, ત્રણ વિદ્યાર્થીઓનું પરિણામ -3, -5 અને -12 રહ્યું છે.

Reporter: admin

Related Post