અમદાવાદ : સોશિયલ મીડિયાનો આ દોર ઘણાં લોકોને પ્રસિદ્ધી અપાવવાના ચક્કરમાં અનેકવાર મોતના મુખમાં પણ ધકેલી દે છે. ગુજરાતના બે યુવકો આવી જ પ્રસિદ્ધી મેળવવાની લ્હાયમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
આજકાલના એવા ઘણાં યુવાનો છે જેમને ઝડપથી પ્રસિદ્ધ થઈ જવું છે. એના માટે તેઓ ગમે તે હદ વટાવવા તૈયાર રહે છે. સોશિયલ મીડિયાનો આ દોર ઘણાં લોકોને પ્રસિદ્ધી અપાવવાના ચક્કરમાં જીવ ગુમાવી રહ્યા છે.
22થી 27 વર્ષની વય વચ્ચેના લગભગ પાંચ યુવાનો અમદાવાદથી મુંબઈ જવા ઉપડ્યાં હતાં. આ લોકો એક કારમાં નીકળ્યા હતા. તેમણે પોતાની આ યાત્રાને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ પાંચેય યુવાઓમાંથી બધા તો જીવતા નથી પરંતુ તેમનો વીડિયો હજુ જીવંત છે.
એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સંભળાય છે. બે યુવકો તેમની ઓડિયન્સને હેલ્લો બોલી શરૂઆત કરે છે. તેમાંથી ઘણાં લોકો લાઈવ સ્ટ્રીમની મજા માણી રહ્યા હતા. આ વીડિયો મોબાઈલની ટોર્ચના અજવાળામાં જ ઉતારવામાં આવી રહ્યો હતો. કેમેરામાં કારમાં હાજર બધા લોકોને દર્શાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન બધામાંથી એક કહે છે કે અરે કારનો સ્પીડોમીટર તો જુઓ... ગાડી આપણી 160 કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડી રહી છે. ડ્રાયવર ઝડપથી એક પછી એક કારને ઓવરટેક કરતો જઈ રહ્યો હતો. બધામાંથી એક યુવક એમ પણ છે કે વધુ એક કારને આ રીતે પાછળ કરીએ. આ દરમિયાન જ અચાનક અકસ્માત સર્જાયો. કોઈ એકનો અવાજ આવ્યો કે અરે જો જે.... એટલામાં તો ધડાકાભેર કારને અકસ્માત નડ્યો અને અંધકાર છવાઈ ગયું.
આ ઘટના 2 મેના રોજ 3:30 વાગ્યાથી 4:30 વાગ્યાના સુમારે વહેલી સવારે બની હતી. આ ઘટનામાં અમન મહેબૂબ શેખ અને ચિરાગકુમાર કે.પટેલ નામના બંને યુવાને જીવ ગુમાવ્યો. બંને અમદાવાદના હતા. અન્ય લોકો પણ અમદાવાદના જ હતા.જેમને ગંભીર ઈજાઓ થઇ અને હાલમાં પણ તેમની સારવાર ચાલી રહી છે. માહિતી અનુસાર અડાસમાં આ કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. અમદાવાદથી અડાસ લગભગ 100 કિ.મી. જેટલું દૂર છે. કારના ડ્રાઈવર મુસ્તફા ઉર્ફે શાહદાબ ખાન પઠાણ સામે કેસ નોંધી લેવાયો છે.
Reporter: News Plus