News Portal...

Breaking News :

બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે શાળાના ૧૬૦ શિક્ષકો રાજયોગ મેડિટેશન કોર્સ કર્યો.

2024-06-14 18:05:01
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે શાળાના ૧૬૦ શિક્ષકો રાજયોગ મેડિટેશન કોર્સ કર્યો.



બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે રાજ્યોગ અભ્યાસક્રમના બે દિવસીય સત્ર નું આયોજન કરવામાં આવેલ. જેમનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય થી દિલ્હી પબ્લિક સ્કૂલ ના આચાર્ય એ.કે.સિંહા તેમજ બ્રહ્માકુમારી અટલાદરા સેવકેન્દ્રના સંચાલિકા બી કે ડો.અરુણાદીદી  દ્વારા કરવામાં આવ્યું. જેનો ઉદેશ્ય શિક્ષકોને રાજ્યોગ દ્વારા આધ્યાત્મિક શક્તિઓનો અનુભવ કરાવીને વધુ સકારાત્મક અને ઉર્જાવાન બનવા માટે પ્રેરિત કરવાનો હતો.



તમામ શિક્ષકો તેમની સંપૂર્ણ ઊર્જા અને તત્પરતા સાથે  વિદ્યાર્થીઓને ભણાવે એટલું જ નહીં પરંતુ તેમની છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને પણ શોધી શકે. તે ઉપરાંત વિદ્યાર્થીઓના હૃદયમાં તેમના નૈતિક અને વિચારશીલ વ્યક્તિત્વના વિકાસના બીજ પણ વાવી શકે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરમાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે  આજના વિદ્યાર્થીઓ આવતીકાલના રાષ્ટ્રના ઘડવૈયા બનશે તેથી જ શાંત મજબૂત અને ઉત્સાહી શિક્ષક સમુદાય એ સમાજ અને દેશની ખૂબ જ વિશિષ્ટ સંપતિ છે. અને તેમને સશક્ત બનાવવા એ આ રાજ્યોગ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે.પ્રથમ દિવસનું સત્ર પૂર્ણ થયા બાદ તમામ શિક્ષકોએ તેમના ચહેરા પર ખુશીના ભાવો સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વાત વ્યક્ત કરતા મુખ્ય શિક્ષિકા લતાબેને  જણાવ્યું હતું કે અહીં આવીને ખુદ ના સત્ય સ્વરૂપ ને ઓળખીને તેમજ પરમાત્મા ના સત્ય સ્વરૂપ ને જાણી તેને પિતા તરીકે યાદ કરવાનો એક અનોખો અનુભવ છે. હવે પછી અમે ક્યારે એકલતા અનુભવીશું નહીં કારણ કે તેઓ દરેક પરિસ્થિતિમાં પિતા તરીકે હંમેશા સૌની સાથે જ રહે છે હું પણ હંમેશા તેમની સાથે રહીશ તેમજ મારા મનની સઘળી વાતો તેમને કહી શકું  અહિયાંથી મને ઘણું જ્ઞાન મળ્યું અને સંસ્થાને લગતી ગેરમાન્યતાઓ પણ દૂર થઈ. ઉજ્જવલ પ્રધાન મેડમએ કહ્યું કે મને અહીં સૌથી સારી વસ્તુ પરસ્પર સમાનતા ગમી કારણ કે જ્યારે આપણે આપણી જાતને આત્મા તરીકે સમજીએ છીએ ત્યારે આપણે બધા સમાન બનીએ છીએ અને ભેદભાવ દૂર થઈ જાય છે. માલવિકા મલિક મેડમે પોતાના સુંદર અનુભવમાં કહ્યું કે હું એક આત્મા છું એવું સાંભળતા જ મારા હૃદયમાં આ વિચાર આવી ગયો કે  આપણે આપણા પિતા પરમાત્મા સાથે પ્રેમથી વાત કરી સ્વાભાવિક રીતે જ તેમની સાથે જોડાઈ શકીએ છીએ કોઈ મહેનતની જરૂર નથી અને બીજી સારી વાત એ છે કે આપણે તેમની પાસેથી કંઈ પણ માંગવું પડતું નથી બાળકો તરીકે  તેંની સર્વ બેહદ ની સંપતિ ના આપણે અધિકારી બની જઈએ આ યોગ ખુબજ સુખદ અને સરળ છે


ત્યારબાદ બધા શિક્ષકોએ સંકલ્પ કર્યો કે અહીંથી આપણે સકારાત્મકતાની ઉર્જા તેમ જ પ્રેરણા લઈને જઈ રહ્યા છીએ જે આપણે જીવનમાં ચોક્કસ અપનાવીશું અને આજની નકારાત્મકતના સંજોગોમાં ફસાઈને પરેશાન થઈશું નહીં. તેઓનું આ સકારાત્મક વલણ પરિવાર અને વિદ્યાર્થીઓમાં જરૂર એક પ્રેરક બળ ઉત્પન્ન કરશે અંતમાં  પ્રિન્સિપાલ શ્રી એકે સિંહાસરે જણાવ્યું કે આપણી જાત સાથે જોડાવું સૌથી જરૂરી છે તો જ આપણે આપણી શક્તિ નો અનુભવ કરી શકીશું અને પરમાત્મા શક્તિ સાથે જોડાઈને તેમની પાસેથી દિવ્ય ગુણો અને શક્તિઓ પ્રાપ્ત કરી અન્ય આત્માઓને પણ તેમનો અનુભવ કરાવીશું તેટલું જ આપણી અંદર આ ગુણો અને શક્તિઓનો વિસ્તાર થતો જશે આ રીતે પોતાના વિચારો વ્યક્ત કરતા તમામ શિક્ષકોએ સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ડોક્ટર અરુણા બહેન ના વરદ હસ્તે વરદાનો ના કાર્ડ પ્રાપ્ત સૌ ને વધુ સમય કાઢીને નિયમિત રીતે રાજ્યોગ નો અભ્યાસ કરવા આમંત્રિત કરેલ હતા.

Reporter: News Plus

Related Post