News Portal...

Breaking News :

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા

2025-07-10 17:10:26
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા


વડોદરા: જિલ્લાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે નવમી જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. 


આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. ત્યારે કમિટી આજે સાંજ સુધીમાં પ્રાથમિક રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે.વહેલી વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો.


એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. આ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા સીએમએ અધિકારીઓને સૂચના આપી છે.

Reporter: admin

Related Post