News Portal...

Breaking News :

મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે 150 શિક્ષકોએ social Media થકી 1,50,000 કરતાં વધારે લોકોનો સંપર્ક કર્યો.

2024-04-29 19:14:11
મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે 150 શિક્ષકોએ social Media થકી 1,50,000 કરતાં વધારે લોકોનો સંપર્ક કર્યો.

આજરોજ રોયલ ઓર્ચિડ  હોટલ ,મુજમહુડા ખાતે શિક્ષકો માટે એક વિચાર ગોષ્ઠિ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ શાળા અને ક્લાસીસના 150 કરતાં વધારે શિક્ષકો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે લોકો મતદાન કરે તે પ્રકારની જાગૃતિ લાવવા આજે 150 કરતાં વધારે શિક્ષકોએ તેમની Social Media એપ થકી 1,50,000 કરતાં વધારે લોકોનો સંપર્ક કરવાની   પ્રતિજ્ઞા લીધી હતી અને મતદાન જાગૃતિ વધે તે માટેના સંનિષ્ઠ પ્રયત્ન કર્યા હતા.આ ઉપરાંત પારુલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી પવનભાઈ દ્વિવેદી દ્વારા નવી શિક્ષણ નીતિમાં ટેકનોલોજી નું શું મહત્વ તે છણાવટ કરી હતી અને આવનારા સમય માં શિક્ષકોએ શિક્ષણમાં ટેકનોલોજી  નો ભરપૂર ઉપયોગ કરી ભારતને મહાસત્તા બનાવવા પ્રયત્નશીલ રહેવું પડશે અને નવી શિક્ષણ નીતિમાં વિવિધ પ્રકારના સ્કિલ બેઝ અભ્યાસક્રમોથી વિદ્યાર્થીઓને અપગ્રેડ કરવા પર ભાર મૂક્યો હતો.

 આ પ્રસંગે દિલીપસિંહ ગોહિલ, પિંકલ ભાઈ પટેલ વગેરે એ પ્રાસંગિક ઉદબોધન  કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમ કેરિયર ક્રાફ્ટ કન્સન્ટન્સીના યજમાન પદે ઉજવવામાં આવ્યો હતો.                                                                                                                                               

સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષક હિત રક્ષક સમિતિ ના સભ્યો દિલીપસિંહ ગોહિલ, હાર્દિક રબારી, ભરત ઉપાધ્યાય, સમીર ભાઈ દુરવે, રિતેશ ભાઈ શાહ, હર્ષિલ રબારી વગેરે દ્વારા કરવામાં આવ્યો હતો.

Reporter: News Plus

Related Post