લીંબચ સેવા સમાજ વડોદરા દ્વારા 15 માં યુવા મેળાનું આયોજન થયું હતું જેમાં 300 જેટલા યુવક યુવતીઓ યોગ્ય પસંદગી અને સમકક્ષ પાત્ર દ્વારા સફળ લગ્ન જીવન મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

આશરે 1000 ઉપરાંત લોકો તેમાં આવ્યા હતા પોતાના સંતાનોની ચિંતા તેમના મા બાપને હોય અને સાથે સાથે જે લોકો પોતાના સંતાનોના ભાવી માટે અહીં આવતા હોય અને ઘણા બધાને પસંદગીનું પાત્ર અહીંથી મળતું હોય કારણ સંસ્કારી અને શિક્ષણધામ તરીકે ઓળખાતા વડોદરા ની આ આગવી ઓળખ છે એટલે મોટાભાગે સારી શૈક્ષણિક લાયકાત ધરાવતા પાત્રો માટે વડોદરા એક આગવી ઓળખ ધરાવે છે વડોદરા શહેર દ્વારા યોજાયેલા આ પસંદગી સંમેલન 15 મો યુવા મેળો હતો

જેમાં સમાજના ગુજરાતના પ્રમુખ વિપુલભાઈ દલાલ યોગેશભાઈ પારેખ નરેન્દ્રભાઈ પારેખ રોહિતભાઈ પારેખ ડોક્ટર સુનિલભાઈ પારેખ ભુપેન્દ્રભાઈ પારેખ સંજય ભાઈ સોલંકી વિગેરે સહિત અનેક નામી વ્યક્તિઓની હાજરી નોંધનીય હતી આશરે 200 જેટલા યુવકો અને 100 જેટલી યુવતીઓ તેમાં પોતાનો પરિચય આપી યોગ્ય પાત્રની પસંદગી થાય તે માટે તેઓએ સ્ટેજ પર આવીને પોતાનો પરિચય આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજનમાં મુખ્યત્વે યોગેશભાઈ સાણપુરીયા સુધીર પારેખ દક્ષેશ સોલંકી કીર્તન પારેખ જશુભાઈ કિરીટભાઈ ભરત પારેખ નરેન્દ્ર ભાઈ કૃષ્ણકાંતભાઈ જયેન્દ્ર ભાઈ સતિષભાઈ અને અનેક કાર્યકરો તનતોડ મહેનત પ્રમુખ ડોક્ટર ગીરીશભાઈ પારેખની આગેવાની હેઠળ કરી હતી

Reporter: admin