ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.

જે અંતર્ગત કરખડી ગામ ખાતે બરોડા સીટીઝન કાઉન્સિલ (NGO) સાથે સંયુક્ત ઉપક્રમે માસિક સ્ત્રાવ સંબધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાર્વમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા મહિલાઓના કાયદાઓ તેમજ અધિકારો તથા માસિક સ્ત્રાવ સંબધી માહિતી આપવામાં આવેલ તે ઉપરાંત માસિક સ્ત્રાવ દરમ્યાન રાખવામાં આવતી સાવચેતીઓ તેમજ સ્વાસ્થ્ય સંબધી માર્ગદર્શન આપવામાં આવેલ હતો.

તેમજ મહિલાઓ તથા કિશોરીઓને શી ટીમ પોલીસ વિભાગ દ્વારા હાલ તાજેતરમાં મહિલા સાત્વના કેન્દ્ર દરેક પોલીસ સ્ટેશન ખાતે શરુ કરવામાં આવેલ છે તેના વિશે તથા સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી તથા કિશોરીઓને હાઈજીન કીટનું પણ વિતરણ કરવામાં આવેલ હતું.



Reporter: admin