News Portal...

Breaking News :

ગેરકાયદે વિદેશ ગયેલા 15 લોકો પરત ફર્યા:બોગસ પાસપોર્ટ બનાવી ગયા હતા

2025-03-15 10:26:07
ગેરકાયદે વિદેશ ગયેલા 15 લોકો પરત ફર્યા:બોગસ પાસપોર્ટ બનાવી ગયા હતા


અમદાવાદ : વિદેશ જવા માટે લોકો અનેક પ્રકારના પેતરા કરતાં હોય છે તેમાં પણ ખાસ કરીને જ્યારે લોકો પાસપોર્ટ સાથે ચેડા અથવા બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તે પકડાઈ જાય છે અને આ વખતે એક વર્ષમાં કુલ 15 જેટલા કેસ આવા સામે આવ્યા છે જેમાં બોગસ પાસપોર્ટના કેસ નોંધાયા છે.


બોગસ પાસપોર્ટના આધારે મોટાભાગના લોકો અમેરિકા, યુકે જેવા દેશમાં પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં કોઈ ગંભીર બીમારીમાં સપડાતા કે ક્યાંક કોઈ સામાજિક પ્રસંગે પરત વતન ફરતા ઈમિગ્રેશન દરમિયાન ઝડપાઈ ગયા હતા. અને આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે જ્યારે તેની તપાસ SOG દ્વારા કરાઈ રહી છે. અમદાવાદ SOG એવા ઘણા કેસની તપાસ કરી રહી છે. 


જેમાં એવા લોકો જે પોતાના પાસપોર્ટ સાથે ચેડા કર્યા હોય અથવા બોગસ પાસપોર્ટને આધારે વિદેશ જતા હોય અને તેઓ પરત ફર્યા હોય તે સમયે ઈમિગ્રેશનમાં પકડાયા હતા. SOGની ટીમ તમામ કેસની તપાસ કરતી હતી તે દરમિયાન અનેક ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.બીમાર પડતા સારવાર મોંઘી પડે છે જેમાં અહીંયાથી બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ જતા રહ્યા હોય તેવા લોકો જ્યારે વિદેશમાં બીમાર પડે છે ત્યારે તેમને મેડિકલ સારવાર મેળવવામાં મુશ્કેલી થાય છે અથવા ઘણી વખત તેઓ આ મોંઘી સારવારના કારણે પરત આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

Reporter: admin

Related Post