વાઘોડિયા : તાલુકાના પીપળીયા ગામની સીમમાં શિવ શક્તિ રેસીડેન્સી કમ કોમ્પ્લેક્સમાં આવેલ જય માતાજી પાન પાર્લર પરથી ગાંજાના જથ્થાનું વેચાણ થાય છે તેવી માહિતીના આધારે વાઘોડિયા પોલીસે ગઈ રાત્રે અચાનક દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી.
પાન પાર્લરમાં તેનો માલિક મહેશ જયંતીભાઈ સોલંકી રહે જય યોગેશ્વર ટાઉનશીપ આજવા રોડ મળ્યો હતો તેને સાથે રાખીને પોલીસે દુકાનમાં તપાસ હાથ ધરી પરંતુ નશાકારક કોઈ પદાર્થ મળ્યો ન હતો. જ્યારે પાન પાર્લરની સામે પાર્ક કરેલી બે રીક્ષા અને એક ઈકો કારમાં તપાસ કરતા ઈકો કારમાં ડ્રાઇવર સીટ આગળ એક્સીલેટર પાસે કાળા રંગની એક મોટી કોથળી મળી હતી.
આ કોથળીમાં ઝીપ લોકવાળી 20 નાની નાની કોથળીઓ હતી ત્રણેય વાહનો મહેશ સોલંકીના હોવાથી તેની પૂછપરછ કરતા તેણે પોતે છૂટક વેચાણ માટે ગાંજો મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે જય માતાજી પાન પાર્લરના માલિકની ધરપકડ કરી ગાંજાનો જથ્થો, મોબાઈલ, ઇકો ગાડી સહિત 4.5 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેશ સોલંકી જય માતાજી પાન પાર્લર નામની દુકાન કરન ભીમાભાઇ ભરવાડ પાસેથી ભાડે લીધી હતી.
Reporter: admin