News Portal...

Breaking News :

ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ મળ્યા જેમાં 715 માર્ગ અકસ્માતના કોલ હતા

2025-03-15 10:24:11
ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ મળ્યા જેમાં 715 માર્ગ અકસ્માતના કોલ હતા


અમદાવાદ :ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વની પર મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. 


તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવિસ કલાસ 108 ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો આશંક છે, ત્યારે 3485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.


108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા.

Reporter: admin

Related Post