News Portal...

Breaking News :

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧૫.૪૨૦ કિલોગ્રામ કિંમત રૂા.૧,૫૪,૨૦૦/- ની મત્તાનો ગાંજાનો જથ્થો

2024-04-25 19:32:13
પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧૫.૪૨૦ કિલોગ્રામ કિંમત રૂા.૧,૫૪,૨૦૦/- ની મત્તાનો ગાંજાનો જથ્થો

મહે. ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશકશ્રી (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા મહે. પોલીસ અધિક્ષક શ્રી સરોજકુમારી સાહેબશ્રી પ.રે.વડોદરા નાઓએ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને રેલ્વે ટ્રેનો મારફતે માદક પદાર્થ, ગે.કા. હથિયાર, ગે.કા. નાણાં, વિસ્ફોટક પદાર્થ વિગેરેની હેરાફેરી ન થાય તે અંગેની ખાસ સુચનાઓ આપવામાં આવેલ,જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી.વણકર એસ.ઓ.જી. પ. રે.વડોદરાનાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તા.૨૫/૦૪/૨૦૨૪ ના રોજ નંદુરબારથી ટ્રેન નં. ૧૨૮૪૩ પુરી-અમદાવાદ એકસ.માં એસ.ઓ.જી. પશ્ચિમ રેલ્વે, વડોદરાના એ.એસ.આઇ. જશવંતભાઇ છગનભાઇ, બ.ન.૮૪૨, એ.એસ.આઇ. હરેશભાઈ પરસોત્તમભાઈ બ.નં ૮૯૦, પો.કોન્સ. પ્રતિકભાઇ ગોવિંદભાઈ બ.નં.૨૩૪ તથા ડભોઇ રે.પો.સ્ટે. હાલ. એસ.ઓ.જી. ૫.રે. વડોદરા (કેમ્પ. વડોદરા)ના પો.હેડ કોન્સ. દિનેશકુમાર રમેશચન્દ્ર બ.નં. ૯૦૦ નાઓ વડોદરા તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન સદર ટ્રેન કાશીપુરા સરાર રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ કલાક-૦૬/૩૫ વાગ્યાના સુમારે ટ્રેનના આગળના ત્રીજા અને ચોથા જનરલ કોચના કોરીડોર વચ્ચે એક બ્લેક- બ્લ્યુ કલરની બેકપેક તથા એક નેવી બ્લ્યુ કલરની બેકપેક શંકાસ્પદ હાલતમાં બિનવારસી પડેલી એ.એસ.આઇ. હરેશભાઇ પરસોત્તમભાઇ નાઓએ શોધી કાઢેલ અને આ અંગેની એન.ડી.પી.એસ. એકટ હેઠળની કાર્યવાહી કરતા કુલ- ૧૫:૪૨૦ કિ.ગ્રા. ગાંજો કુલ કિંમત રૂા.૧,૫૪,૨૦૦/- તથા પેકીંગ મટીરીયલની કિંમત રૂ।.00/- તથા બે બેકપેકોની કિંમત રૂા.૨૦૦/- મળી કુલ કિંમત રૂા.૧,૫૪,૪૦૦/- નો મુદ્દામાલ કોઇ અજાણ્યો ઇસમ પોતાના આર્થીક લાભ માટે પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાય જવાના ડરથી બીનવારસી હાલતમાં છોડી નાસી ગયેલ હોય નાસી જનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ સરકાર તરફે શ્રી સત હરેશભાઈ પરસોત્તમભાઈ પરમાર, એ.એસ.આઇ. બ.નં. ૮૯૦ નોકરી- એસ.ઓ.જી. પશ્ચિમ રેલ્વે વડોદરા નાઓએ ફરીયાદ આપતા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૨૧૨૦૦૮૨૪૦૨૬૧ /૨૦૨૪ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી-1)બી એન.ડી.પી.એસ.નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

Reporter: News Plus

Related Post