નવી દિલ્હી : ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી રાજકીય પક્ષો દ્વારા ફંડ એકત્ર કરનારી કંપનીઓ પર ટેક્સ ઓથોરિટીબાજ નજર રાખી રહી છે.
જે કંપનીઓએ રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દાન આપ્યું હતું તેમને હવે ટેક્સ ઓથોરિટી તરફથી નોટિસો મળી રહી છે. ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા.મીડિયા રિપોર્ટ મુજબ કેટલીક કંપનીઓને આ સંદર્ભે નોટિસ મળી છે. જેમણે ચેરિટીમાં યોગદાન માટે ટેક્સ મુક્તિનો દાવો કર્યો હતો તેવી કંપનીઓ જેમ કે, ઇન્ફોસિસ, એમ્બેસી ગ્રૂપ, મેઘા એન્જિનિયરિંગ, આદિત્ય બિરલા ગ્રૂપ, JSW સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઇન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્મા સહિતની કંપનીઓમાંથી 1300 જેટલી કંપનીઓને ઈનકમ ટેક્સની નોટિસ મળી છે.સૌથી વધુ ફંડ મેળવનાર ટોચના ચાર રાજકીય પક્ષોમાં ભાજપને કુલ રૂ. 6,986.5 કરોડનું ફંડ ઈલેક્ટોરલ બોન્ડમાંથી પ્રાપ્ત થયુ છે.
જેમાંથી 2019-20માં રૂ. 2555 કરોડ પ્રાપ્ત થયા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂ. 1,397 કરોડ, કોંગ્રેસને કુલ રૂ.1,334.35 કરોડ મળ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ રૂ.1,322 કરોડના મૂલ્યના બોન્ડ રિડીમ કર્યા હતા.દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને રૂ. 656.5 કરોડ મળ્યા હતા, જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગ તરફથી રૂ. 509 કરોડ સમાવિષ્ટ છે. સમાજવાદી પાર્ટી (SP)ને રૂ.14.05 કરોડ, અકાલી દળને રૂ. 7.26 કરોડ, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ને રૂ. 6.05 કરોડ, નેશનલ કોન્ફરન્સને રૂ. 50 લાખ મળ્યા હતા. બીજુ જનતા દળ (BJD)ને રૂ. 944.5 કરોડ, યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSR કોંગ્રેસ) રૂ. 442.8 કરોડ, તેલુગુ દેશમ પાર્ટી (TDP) રૂ. 181.35 કરોડ મળ્યા હતા.
Reporter: News Plus