રાજકોટ કાંડ બાદ ઠેર ઠેર ફાયર એનઓસી અને જર્જરીત ઇમારતો નોટિસ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી. જેથી માંજલપુર વિસ્તારમાં આવેલા હાઉસિંગના ૧૨૮૦ મકાનો દ્વારા સ્વયંભુ રીતે રીપેરીંગની કામગીરી શરૂ કરાઇ છે.
રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શન માં આવ્યું ઠેર ઠેર ફાયર એનઓસી અને જર્જરી ઇમારતો નોટિફટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં માંજલપુર વિસ્તારમાં આવેલ મારૂતિધામ, નીરમલ્પર્ક અને પાર્થભૂમી સોસાયટી જેમાં 1280 મકાન આવેલ છે. તે લોકોને પણ અચાનક નોટિસ ફટકારતા તેના સ્થાનિક લોકો દ્વારા તેમના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાનિક નગરસેવક નિલેશ રાઠોડ ને તે વાતની જાણ કરી હતી તે મુદ્દે સ્થાનિક નગર નિલેશ રાઠોડ દ્વારા પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દાને રજૂ કર્યું હતું
અને લોકોને પોતપોતાનું મકાન બનાવી લેવા માટે વાત કરી હતી. ત્યારબાદ તમામ મકાનો દ્વારા પોત પોતાના રીતે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પૂરતા સમયમાં તે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે તેવી પણ વાત કરી હતી. ધારાસભ્ય યોગેશ પટેલ અને કોર્પોરેટર નિલેશ રાઠોડ દ્વારા તમામ લોકોની ભાષા સામાન્ય સભામાં મૂકીને તે લોકો માટે વિકલ્પીક રસ્તો કાઢવા મુદ્દે તમામ સ્થાનિક લોકો દ્વારા તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
Reporter: News Plus