વોશિંગટન : અમેરિકાએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા તેના નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન તેને ત્યાં ગેરકાયદે રહેતા 1110 ભારતીયોને ચાર્ટર્ડ ફ્લાઇટથી પરત મોકલ્યા છે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જણાવ્યું હતું કે આ ભારત સરકાર સાથેના સહયોગથી શક્ય બન્યું છે. તેણે જણાવ્યું પરત મોકલેલા ભારતીયોમાં બધા પુખ્ત વયના લોકો છે. તેમા પુરુષો અને સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. કોઈપણ સગીરને પરત મોકલવામાં આવ્યો નથી. અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રટન્સ પર ગાળિયો બરોબરનો કસ્યો છે.અમેરિકાએ છેલ્લા એક વર્ષમાં 145 દેશોના 160000 જેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત મોકલ્યા છે. આ માટે તેણે કુલ 495 ઉડ્ડયનોનું સંચાલન કર્યુ હતું. હોમલેન્ડ સિક્યોરિટીઝના વરિષ્ઠ અધિકારી ક્રિસ્ટી એ કેનેગલોએ જણાવ્યું હતું કે અમેરિકામાં કાયદાકીય આધાર વગર રહેતા ભારતીયોને તેને ભારત પરત મોકલાશે.
ભારતીયો પ્રવાસી દલાલોના છટકામાં ન સપડાય, તેઓ તેમને ખોટી વિગતો આપે છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓએ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના એક જૂથને ભારત પરત મોકલવા માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ અન્ય દેશોની સરકારો સાથે પણ સંપર્કમાં છે, જેથી તેને ત્યાં ગેરકાયદે રહેતા નાગરિકોને સલામત રીતે પરત મોકલી શકાય. આ પગલું ગેરકાયદેસરના પ્રવાસને ઘટાડવા, સલામત અને કાયદેસરના રસ્તાને વધારવા માટે લેવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મિસર મોરિટાનિયા, સેનેગલ, ઉઝબેકિસ્તાન, ચીન અને ભારત સહિત ઘણા દેશોના નાગરિકોને પરત મોકલ્યા છે.
Reporter: admin