માઈન્ડ રીડિંગ કરનારા લોકો તેને લગતો સતત અભ્યાસ કરતા રહે છે. કહેવામાં આવે છે કે આ લોકો દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત જાણવાનો પ્રયત્ન કરે છે કે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે.
આ પ્રકારના લોકોની અંદર એકાગ્રતા હોય છે,મનની એકગ્રતા ધરાવનાર વ્યક્તિજ સામેવાળાનું મન સમજી શકે છે.કોઈના મનનો અભ્યાસ કરવા માટે સૌથી વધારે એકાગ્રતા રાખવી એ મહત્વનુ છે. શુ આ વિજ્ઞાન પર આધારિત છે? અનેક લોકો એવું સમજે છે કે માઈન્ડ રીડિંગ વિજ્ઞાન પર આધારિત છે. પરંતુ આ બાબત સમજવી જરૂરી છે કે માઈન્ડ રીડિંગ સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત નથી. જાણકારોના મતે સામેની વ્યક્તિના મનમાં શુ ચાલી રહ્યું છે તે સચોટ માહિતી આપે છે.આજે વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તાર ખાતે આવેલ રુબીકશ સ્કૂલમા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ વ્રજ ચોકસીને પૂછેલા પ્રશ્નોનો તમામ જવાબો સાચા આપવામાં આવ્યા હતા. ત્યાં મુકેલ ચિઠ્ઠીઓ માંથી અધિકારીએ પોતે જોઈને સામે બેઠેલ યુક્તિ ને બતાવ્યું હતું અને વ્રજ ચોકસી એ સામે બેઠેલ યુક્તિ નો માઈન્ડ રીડિંગ કરી ને જવાબ આપ્યા હતા
વ્રજ ચોકસીએ છ વર્ષથી સતત આ કાર્યને સિદ્ધ કરવા માટે મહેનત કરતો હતો ત્યારે આજે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીને જાણ કરવામાં આવી હતી.આ અધિકારી વડોદરા આવી ને રૂબિક્સ સ્કૂલના ક્લાસમાં વ્રજ ચોકસીએ કરેલ માઈન્ડ રીડિંગ થી તમામ જવાબો સાચા આપતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો હતો અગાઉ પણ વ્રજ ચોકસી એ ત્રણ રેકોર્ડ કર્યા છે અને આજે ચોથો રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વ્રજના પરિવારમાં ખુશી ની લાગણી જોવા મળી હતી અને વ્રજ ચોકસી આગળ અનેક એવોર્ડ મેળવવા ની તૈયારીઓ બતાવી હતી વધુમાં વધુ વ્રજ ચોકસી જણાવ્યું કે તેઓ આ માટે ખુબ પરિશ્રમ કરી રહ્યા છે.
Reporter: