News Portal...

Breaking News :

ડભોઇ તાલુકાના અંબાવ ગામે ખેતરમાં ફસાયેલા ૧૧ વ્યક્તિઓને પશુઓ સાથે સલામત રીતે ઉગારી લેવાયા

2024-08-27 18:48:59
ડભોઇ તાલુકાના અંબાવ ગામે ખેતરમાં ફસાયેલા ૧૧ વ્યક્તિઓને પશુઓ સાથે સલામત રીતે ઉગારી લેવાયા


ડભોઇ તાલુકાના અંબાવ ગામે નર્મદા વસાહત ખાતે એક ખેતરમાં ૧૧ વ્યકતિનો પરિવાર રહેતો હતો. 


સોમવારે જિલ્લામાં થયેલ ભારે વરસાદ તથા દેવ ડેમમાંથી ઢાઢર નદીમાં પાણી છોડવા અંગે એલર્ટ મેસેજ આ પરિવારસહિત ઢાઢર નદી કિનારાના ગામોના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના આપવામાં આવેલ તેમ છતાં પોતાના દર વર્ષના અનુભવના આધારે પરિવાર ખેતરમાં જ રોકાયો હતો.


પરંતુ પાણીના પ્રવાહ વઘતા મંગળવારેના રોજ  સવારે ૩-૦૦ કલાક આસપાસથી વહીવટી તંત્ર ઘ્વારા સ્થાનિક રીતે બોટની વ્યવસ્થા કરી તરવૈયા અને આપદા મિત્રોની મદદ લઇ ખેતરમાં ફસાયેલ પરિવારને તેમના પશુઓ સહિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post