વડોદરા રેલવે પોલીસને મળી મોટી સફળતા. બિહારના કટિયા જિલ્લામાંથી બાળકોની તસ્કરીનો પર્દાફાસ કરી કુલ 11 બાળકોને ટ્રેન માંથી રેસ્ક્યુ કરાયા.

બાળકો સાથે સાત પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરાયું. 11 બાળકો સહિત કુલ 18 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા. ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહાર થી બાતમી મળી હતી. તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલીવારસ પાસે જતા હોવાનું રટણ. પોલીસે સમગ્ર મામલે નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી. રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની તપાસ કરાશે


Reporter: admin







