News Portal...

Breaking News :

ભરણામાં જુદા જુદા દરની કુલ 4.07 લાખની 1067 નકલી નોટો મળી

2025-06-24 11:47:53
ભરણામાં જુદા જુદા દરની કુલ 4.07 લાખની 1067 નકલી નોટો મળી


વડોદરા: શહેરના બજારોમાં ડુપ્લીકેટ નોટોનું ચલણ જોવા મળી રહ્યું છે. જેના ભાગરૂપે જુદી જુદી બેંકોના ભરણામાં મળી આવેલી જાલી નોટો પરથી ખ્યાલ આવે છે. 



વડોદરાની રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકોમાં 25-1-2024 થી 6-6-2025 દરમિયાન ભરણામાં જુદા જુદા દરની કુલ રૂ.4.07 લાખની 1067 નોટો મળી આવતાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 



જાલી નોટો સૌથી વધારે 500ના દરની 749 નોટો છે. જેની કિંમત 3,74,500 થાય છે. ત્યારબાદ 2000ની 6 નોટ, 200 ના દરની 101 નોટ, 50 નો દરની 19 અને 20 ના દરની 2 નોટ સામેલ છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આ ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post