વડોદરા : ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભા માટે ચૂંટણી મતદાનની પ્રકિયા પૂર્ણ થઇ હતી .ચૂંટણીમાં વડોદરામાં ૬૧.૩૩ ટકા મતદાન નોંધાયું હતું . EVM અને VVPAT મશીન ને પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગરુમમાં ખસેડવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.
વડોદરા લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં તંત્રએ હાશકારો લીધો હતો. પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ માં ઇવીએમ-વીવીપેટ ગોઠવવામાં આવ્યાગત રાત્રે લવાયા હતા . અને આગામી તા.૪ જૂને મતગણતરી થાય ત્યાં સુધી કોઇ પણ ચૂક ના રહે તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્શ નું એક પ્લાટુન સ્ટ્રોંગરુમ પર તૈનાત રહેશે. તેમજ બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાટુન અને છેલ્લે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે. આ માટે એક પીઆઇ અને સ્ટાફશિફ્ટ પ્રમાણે સ્ટ્રાંગરુમ પર ફરજ બજાવશે. જ્યારે, ૧૦૦ જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે તેવું જોઈન્ટ પોલીસ કમિશ્નર મનોજ નીનામાએ જણાવ્યું હતું.
Reporter: News Plus