News Portal...

Breaking News :

વડોદરા શહેર જિલ્લાના ૧૦ મતદાન મથકોનું યુવા અધિકારીઓ કર્મીઓ સંચાલન કરશે

2024-05-05 15:12:07
વડોદરા શહેર જિલ્લાના ૧૦ મતદાન મથકોનું યુવા અધિકારીઓ કર્મીઓ સંચાલન   કરશે

વડોદરા જિલ્લા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એમ કુલ ૧૦ મતદાન મથકો ઉભા કરવામાં આવશે એમ 

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહે જણાવ્યું છે.


આ લોકશાહીના મહાપર્વમાં યુવા અધિકારીઓ તથા કર્મચારીઓ દ્રારા વડોદરા જિલ્લાના  ૧૦ મતદાન મથકોમાં યુવા અધિકારીઓ તથા કર્મચારીઓ દ્રારા સંચાલન કરવામાં આવશે. સાવલી વિધાનસભા મત વિભાગમાં શેખુપુરા પ્રાથમિક શાળા,વાઘોડિયામાં ભુવાપુરા પ્રાથમિક શાળા,ડભોઈમાં કન્યા શાળા,વડોદરા શહેરમાં શ્રી મોરારજી દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, સયાજીગંજમાં બરોડા હાઈસ્કુલ, અકોટામાં કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય,રાવપુરામાં બ્રાઇટ સ્કૂલ, માંજલપુરમાં શ્રેયસ વિધાલય,પાદરામાં સેવાસી હાઈ સ્કુલ,કરજણમાં હરસુંડા પ્રાથમિક શાળા સહિત કુલ ૧૦ મતદાન મથકો પર યુવા અધિકારીઓ તથા કર્મચારીઓ દ્રારા સંચાલન  કરારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ૧૦ મતદાન મથક પર યુવા અધિકારીઓ જેમાં અધિકારીથી લઈને પોલીસ જવાન સુધીના યુવા અધિકારીઓ કર્મચારી દ્વારા મતદાન મથકનું સંચાલન કરાવવામાં આવશે.

Reporter: News Plus

Related Post