વડોદરા જિલ્લામાં લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એમ કુલ ૧૦ દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહે જણાવ્યું છે.
લોકશાહીના આ મહાપર્વમાં દિવ્યાંગ મતદાન મથકોમાં દિવ્યાંગ અધિકારી દ્રારા વડોદરા શહેર જિલ્લાના ૧૦ મતદાન મથકોનું સંચાલન કરવામાં આવશે.
વડોદરા જિલ્લાના ગ્રામીણ દિવ્યાંગ મતદાન મથકોમાં સાવલી વિધાનસભા મત વિભાગમાં જાવલા પ્રાથમિક શાળા,વાઘોડિયામાં કમલપુરા પ્રાથમિક શાળા, ડભોઈમાં વેગા પ્રાથમિક શાળા,પાદરામાં શ્રમ મંદિર પ્રાથમિક શાળા, કરજણમાં અનસ્તું પ્રાથમિક શાળા સહિત કુલ પાંચ દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે.
વડોદરા જિલ્લાના શહેરી દિવ્યાંગ મતદાન મથકોમાં વડોદરા શહેરમાં હરણી કેન્દ્રીય વિદ્યાલય, સયાજીગંજમાં કસબા-૯ ,અકોટામાં સૈયદ વાસણા-૫, રાવપુરામાં કસબા-૦૩ સરદાર વિનય મંદિર, માંજલપુરમાં શ્રેયસ વિદ્યાલય સહિત કુલ પાંચ મતદાન મથકોમાં દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે.
આ ચૂંટણી દરમ્યાન શહેર જિલ્લાની વિધાનસભા દીઠ એક સહિત કુલ ૧૦ દિવ્યાંગ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ અધિકારી કર્મીઓ કરશે. કુદરતના અભિશાપને આશીર્વાદમાં પલટીને સરકારની વિવિધ સેવામાં જોડાયેલા અને સમાજનું અભિભાજ્ય અંગ એવા દિવ્યાંગજનોની સુષુપ્ત શક્તિઓનો લોકોને પરિચય મળે એવા ઉમદા આશયથી વડોદરા શહેર અને જિલ્લાના ૧૦ મતદાન મથકોનું તમામ સંચાલન સરકારમાં ફરજ પરના દિવ્યાંગ કર્મયોગી કરનાર છે.
Reporter: News Plus