વડોદરા : મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. જેમાં કડાણા ડેમમાં 1 લાખ કયુસેક કરતા વધુ પાણીની આવક નોંધાઈ છે.
જેને લઈને કડાણા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહત્વનું કહી શકાય કે, કડાણા ડેમમાંથી હાલ 75 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. સાથે જ ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમ ભયજનક સપાટી વટાવતા સિંચાઈ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે.
ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ 80836 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Reporter: admin