આણંદ: મોંઘવારીના માર વચ્ચે અમૂલ ડેરીએ દૂધની મુખ્ય ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે.
અહેવાલ અનુસાર અમૂલ ગોલ્ડ, અમુલ તાજા અને અમુલ ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે અમૂલ ગોલ્ડના એક લીટરના પાઉચના ભાવ ઘટીને 65 રૂપિયા થયા છે. અમૂલ ટી સ્પેશિયલના એક લીટરનો ભાવ ઘટીને 61 રૂપિયા થયો. જ્યારે, અમૂલ તાજાનો ભાવ ઘટીને 53 થયો છે.
Reporter: admin