News Portal...

Breaking News :

1.58 કરોડ પડાવી લેવાના કેસમાં એકાઉન્ટની સવલત કરી આપનાર સુરતના એજન્ટની ધરપકડ

2025-01-24 16:24:34
1.58 કરોડ પડાવી લેવાના કેસમાં એકાઉન્ટની સવલત કરી આપનાર સુરતના એજન્ટની ધરપકડ


વડોદરા: શહેરના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.58 કરોડ પડાવી લેવાના બનાવમાં બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનાર સુરતના એજન્ટ ને પોલીસે ઝડપી પાડ્યો છે.


વડોદરાના વૃદ્ધને મનીલોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને 1.58 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બનાવમાં સુરત પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. વૃદ્ધના રૂપિયા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુરતના એક એજન્ટની મહત્વની ભૂમિકા હતી. 


તેણે જુદા-જુદા પાંચ બેન્ક એકાઉન્ટ બનાવી તેમાં જમા થયેલી રકમ ત્રાહિત વ્યક્તિને ટ્રાન્સફર કરવાનું કામ કર્યું હતું અને તેના બદલામાં તમામ બેંક એકાઉન્ટ ધારકોને અને એજન્ટને કમિશન મળ્યું હતું. વડોદરા સાયબર સેલે આ કિસ્સામાં બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર અને તેને ઓપરેટ કરનાર સુરતના મોહમ્મદ અલશેફ અયુબભાઈ સૈયદની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરતા આ એજન્ટે ઉપયોગમાં લીધેલા બેંક એકાઉન્ટમાં 15 લાખનું ટ્રાન્જેક્શન થયું છે અને બીજી પણ ત્રણ ફરિયાદો થઈ છે.

Reporter: admin

Related Post