સિડની: સિડનીના બોન્ડી બીચ પર આતંકી પિતા-પુત્ર યહૂદીઓ પર ગોળીબાર કરી રહ્યા હતા ત્યારે નાવીદ પર પાછળથી હુમલો કરીને તેની બંદૂક આંચકી લેવાનું સાહસિક કામ કરનારા અહમદ-અલ-અહમદ માટે ૧.૧ મિલિયન યુએસ ડોલર અંદાજે રૂ. ૧૦ કરોડનું ભંડોળ એકત્ર કરાયું છે.
અહમદ-અલ-અહમદ મૂળ સીરિયાનો નાગરિક છે. તે ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે રહે છે. નિઃશસ્ત્ર અહમદે રવિવારે યહુદીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરનારા નાવિદ પર પાછળથી હુમલો કરી તેની બંદૂક આંચકી લીધી હતી, પરંતુ બીજા આતંકી સાજિદ ગોળી મારતા તેને ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહેમદની સારવાર માટે યહૂદી ઉદ્યોગપતિએ ગોફન્ડમી નામથી અભિયાન ચલાવ્યું હતું, જેમાં માત્ર બે દિવસમાં જ લોકોએ ૧.૧ મિલિયન ડોલર અંદાજે રૂ. ૧૦ કરોડનું દાન કર્યું હતું.
Reporter: admin







