News Portal...

Breaking News :

પીએમ મોદી ઈથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ગ્રેટ ઓનર નિશાનથી સન્માનિત

2025-12-17 10:11:45
પીએમ મોદી ઈથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ગ્રેટ ઓનર નિશાનથી સન્માનિત


દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસ જૉર્ડન, ઈથોપિયા સહિતના દેશોની મુલાકાતે છે, ત્યારે મંગળવારે (16 ડિસેમ્બર) પીએમ મોદીને ઈથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'ગ્રેટ ઓનર નિશાન'થી સન્માનિત કરવામાં આવ્યા છે. 


ઈથોપિયાના આ પુરસ્કાર સાથે પીએમ મોદીને અત્યાર સુધીમાં વિશ્વભરના વિવિધ દેશોના 28 સર્વોચ્ચ નાગરિક સન્માનો પ્રાપ્ત થયા છે.ઈથોપિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કર્યા પછી પીએમ મોદીએ કહ્યું કે, 'આ 140 કરોડ લોકોનું સન્માન છે. બધા ભારતીયો વતી હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. આ સન્માન અસંખ્ય ભારતીયોનું છે, જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો છે. મને આ દેશના સર્વોચ્ચ સન્માન, ઈથોપિયાના નિશાનનું મહાન સન્માન એનાયત કરવામાં આવ્યું છે તે બદલ હું ગર્વ અનુભવું છું. 


વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતા દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વની વાત છે.'વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, 'જ્યારે વિશ્વ ગ્લોબલ સાઉથ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ઈથોપિયાનું સ્વાભિમાન, સ્વતંત્રતા અને આત્મસન્માનની લાંબા સમયથી ચાલતી પરંપરા આપણા બધા માટે એક સશક્ત પ્રેરણા છે. એજ પાર્ટનરશીપનું ભવિષ્ય હોય છે જે જીવન અને વિશ્વાસ પર આધારિત હોય છે. અમે ઈથોપિયા સાથે સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, જે બદલાતા વૈશ્વિક પડકારોનો સામનો કરે છે અને નવી શક્યતાઓ બનાવે છે.

Reporter: admin

Related Post