News Portal...

Breaking News :

નવરાત્રીમાંથી પણ રૂપિયા કમાવવાની નેતાઓની જાદુઈ છડી

2025-09-20 11:43:05
નવરાત્રીમાંથી પણ રૂપિયા કમાવવાની નેતાઓની જાદુઈ છડી


ગરબામાંથી પાલિકાના ખર્ચે અને જોખમે, લાખોની કમાણી કેવી રીતે થાય તેની કલા-ટેકનિક વગદાર નગરસેવકો-નેતાઓ પાસે શીખો

જવાબદાર અધિકારી અને ઈજનેરોની જાણકારી સાથે પાલિકાની મશીનરીનો રોજેરોજનો ઉપયોગ થઈ રહ્યો છે. કોઈ અધિકારીની નેતાને ના પાડવાની તાકાત નથી.




ટો - વાહ નેતાજી વાહ, સરકારી મશીનરીનો ઉપયોગ કરી રૂપિયા કમાવવાની મનછા કોઈ તમારી પાસેથી શીખે હે- મશીનરી પાલિકાની, ગ્રાઉન્ડ પાલિકાનું, મેનપાવર પાલિકાનો અને નવરાત્રીના પાસના-જાહેરાતનાં-સ્પોન્સરનાં રૂપિયા આયોજકોના ? પે - નેતાજીના નવરાત્રી ગ્રાઉન્ડ ઉપર વડોદરા મહાનગપાલિકાની જ મશીનરી કામે લગાડાતા ચર્ચાએ જોર પકડ્યું નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓને અંતિમ આપવામાં આવી રહ્યો છે. નગરજનો ગરબામાં મન મૂકીને ઘૂમે તે માટે હાલમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગરબાના આયોજનોમાં મોટાભાગે વ્યાપારીકરણ જોવા મળે છે. જોકે વડોદરા શહેરના એક નેતાજીએ પોતાના ગરબા ગ્રાઉન્ડ ઉપર પોતાની વગનો ઉપયોગ કરીને વડોદરા મહાનગરપાલિકાની આખેઆખી મશીનરીને કામે લગાડી દીધી. મહાનગરપાલિકાની મશીનરીને મફતમાં કામ કરાવી પાસનાં નામે લાખો રૂપિયાની કમાણી કરી પોતાની મનછા કેવી રીતે પૂરી કરવી તે તો કોઈ આ નેતાજી પાસેથી શીખે.નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વડોદરામાં નેતાના નામથી જાણીતા આગેવાને  પોતાના ગરબા ગ્રાઉન્ડ માટે વડોદરા મહાનગરપાલિકાની મશીનરીનો મફતમાં ઉપયોગ કરી મોટો વિવાદ ઊભો કર્યો છે. સામાન્ય રીતે, ગરબાનાં આયોજનોમાં વ્યાપારીકરણ થતું હોય છે અને ગ્રાઉન્ડના કામકાજ માટે ખાનગી મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના માટે મોટી રકમ ખર્ચાય છે. જોકે, આ નેતાજીએ પોતાની વગનો ઉપયોગ કરીને મનપાના જે.સી.બી, ડમ્પરો અને અન્ય સાધનોને પોતાના ગરબા ગ્રાઉન્ડનાં કામમાં લગાડી દીધા હતા, જેથી તેમને એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો ન હતો. વડોદરા મહાનગરપાલિકાની આખી મશીનરી દિવસ-રાત નેતાજીના ગ્રાઉન્ડને સમતળ કરવા અને અન્ય તૈયારીઓ માટે કામે લાગી ગઈ હતી. આ મશીનરીનો ખર્ચ, જે સામાન્ય રીતે ગરબાના આયોજકો દ્વારા કરવામાં આવે છે, તે નેતાજીએ મનપા પાસે મફતમાં કરાવ્યો. આ મશીનરી અને શ્રમિકોનો ઉપયોગ કરીને, નેતાજીએ ગ્રાઉન્ડને ગરબા માટે તૈયાર કરી દીધું. આ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે પાસના નામે લાખો રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવશે, જેનો સીધો ફાયદો નેતાજીને થશે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, કેવી રીતે સત્તા અને વગનો દુરુપયોગ કરીને વ્યક્તિગત લાભ ખાટી શકાય છે. એક તરફ, સામાન્ય નાગરિકોને નાના-મોટા કામો માટે પણ મનપાના નિયમોનું પાલન કરવું પડે છે, ત્યારે બીજી તરફ, આ નેતાજીએ સરકારી સાધનોનો બેફામ ઉપયોગ કરીને પોતાની મનપસંદ ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું. આ કિસ્સો સત્તાના દુરુપયોગ અને વ્યાપારીકરણના નવા ઉદાહરણ તરીકે સામે આવ્યો છે, જ્યાં જાહેર સેવા માટેના સંસાધનોનો ઉપયોગ અંગત લાભ માટે કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દો વડોદરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.નેતાજી જરા તો શરમ કરવી જોઈતી હતી, કે પોતાની સત્તાનો ઉપયોગ જો લોકો માટે કર્યો હોત તો કદાચ લોકોના દિલમાં સ્થાન મળી શક્યું હોત.



પાલિકાની મશીનરી અને કર્મચારીઓનો ઉપયોગ કરતા ધંધાદારી ગરબા આયોજકો
નવરાત્રી આવે એટલે શહેરના ધંધાદારી ગરબાના આયોજકોની મોજ શરુ થાય છે. કોર્પોરેશનના ગ્રાઉન્ડનો તેઓ ઉપયોગ કરે છે અને તેની આવક બિન્ધાસ્ત પોતાના ગજવામાં નાખી દે છે. દેખાવ એવો કરે છે જાણે વડોદરાવાસીઓની સેવા કરી રહ્યા હોય. પાસના નામે હજારો રૂપિયા ઉઘરાવનારા આયોજકો ફરીથી સ્પોન્સરર શોધી લાવે છે અને તેનાથી પણ લાખોની આવક મેળવી લે છે.મનોજ પટેલ મંછો વર્ષોથી "કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન"ના નામે ગરબા કરે છે. પોતાનાં ગરબા મેદાનમાં તેઓ કોર્પોરેશનની મશીનરીનો ઉપયોગ કરે છે અને આવક પોતાનાં ગજવામાં ભરે છે. કોર્પોરેશન સસ્તામાં મેદાન આપે છે, મશીનરી અને સુવિધાઓ પૂરી પાડે છે, પણ ગરબા આયોજકો તેનો વ્યાપારી લાભ લઈ જાય છે. તેઓ કોર્પોરેટર અને ભાજપના નેતા હોવાથી, શું આ માટેનો ચાર્જ કોર્પોરેશનને ચૂકવ્યો છે કે નહીં તે મોટો સવાલ છે.અંબાલાલ પાર્કના મેદાનને સરખું કરવા અને માટી- કપચી નાંખવા કોર્પોરેશનની JCB મશીનનો ઉપયોગ થતા જોવા મળ્યો હતો. આવા ગરબા આયોજકો પાલિકાના કર્મચારી અને મશીનરીનો બિન્ધાસ્ત ઉપયોગ કરે છે અને પાછા દાવો કરે છે કે તેઓ સેવા આપે છે. પરંતુ વડોદરાવાસીઓ સારી રીતે જાણે છે કે આ સેવા નહીં પરંતુ એક પ્રકારનો સીઝનલ ધંધો જ છે.

Reporter:

Related Post