News Portal...

Breaking News :

મનમાની કરનાર મેયરને વારંવાર મનાવે કોણ ?

2025-09-20 11:31:27
મનમાની કરનાર મેયરને વારંવાર મનાવે કોણ ?


પ્રદેશ સંગઠન સુધી વાત પહોંચતા, મામલો ગરમાયો
કોઈ હોદ્દેદાર વારંવાર રાજીનામું આપવાની વાત કરે તો શહેર પ્રમુખે ડરવાની જરૂર નથી. પક્ષ પાસે ઘણા બધા સક્ષમ કાર્યકરો છે. ક્યારેક કઠોર નિર્ણય લેવા પણ પડે.
 - ભાજપની ભવાઈ ક્યાં જશે? મેયરને હવે ગાંધીનગર જવાના અભરખા જાગ્યા હોવાની ભાજપમાં જ ચર્ચા 
- ગાંધીનગરમાં સામાન્ય બેઠક હતી. બેઠકમાં જવા માટે મેયરે જીદ પકડી, હું તો ગાંધીનગર જઈશ જ... 

- શહેર કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં પદાધિકારીઓ વચ્ચે વાતાવરણ ઉગ્ર બન્યું 



વડોદરાના પ્રથમ નાગરિક મેયર આમ તો પહેલા શિક્ષિકા હતા અને કદાચ એટલે જ તેઓ બાળકો સાથે રહી રહીને બાળ હઠ કરતા શીખી ગયા છે તેવી ચર્ચા ભાજપમાં ચાલી રહી છે. 17 મી સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મ હોઈ તેને લઈને વિવિધ કાર્યકર્મો શહેરમાં યોજવામાં આવ્યા હતા. નમો કાર્યાલય ખાતે મેડિકલ ચેક અપનો કાર્યક્રમ ચાલતો હતો ત્યાર બાદ 18 તારીખ ગુરુવારના રોજ સામાન્ય સભા હોઈ જેને લઈને સંકલનની બેઠક યોજવાની હતી. ત્યાર બાદ જ ગાંધીનગરમાં સ્વદેશી માટેના એક કાર્યક્રમને લઇ બેઠક હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદ અને મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓ પૈકી કેટલાક લોકોને બોલાવ્યા હતા. આ અંગેની ચર્ચા શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠકમાં કરવામાં આવી. જેમાં  મેયરને આ બેઠકમાં નથી જવાનું. તેમ કહેતા મેયરે બાળહઠ પકડી અને અન્ય એક પદાધિકારીને ચોપડી દીધી કે તમે મને રોકવાવાળા કોણ? હું તો ગાંધીનગર જઈશ જ. આ ઘટનાએ ભાજપની ભવાઈને ખુદ ભાજપમાં જ ખુલ્લી પાડી દીધી છે. અને કેટલાક ચૂંટાયેલા પદાધિકારીઓ ભાજપ માટે હાસ્યસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા છે. ગાંધીનગર ખાતે સ્વદેશી અપનાવો અંગેની એક બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં રાજ્યભરમાંથી આગેવાનો તેમજ પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.આ અંગેની ચર્ચા માટે ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં જાણવા મળ્યા મુજબ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મેયરે પિન્કી સોનીને એમ કહ્યું કે ગાંધીનગરની બેઠકમાં તમારે નથી આવવાનું. તમારે સામાન્ય સભામા જવાનું છે. બસ પછી તો પૂછવું જ શું? અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર મેયર આ વાત સાંભળીને અકળાઈ ગયા. અને તેમને ડેપ્યુટી મેયર ને મોઢા ઉપર ચોપડી દીધું કે તમે મને રોકવા વાળા કોણ? હું તો ગાંધીનગરની આ બેઠકમાં જઈશ જ. 



મેયરની આ બાળહઠને જોઈ ઉપસ્થિત અન્ય પદાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. મેયરને સમજાવવામાં પણ આવ્યા. પણ આ તો રાજહઠ કહો કે બાળહઠ, મેયર તો માને એમ જ ન હતા. અંતે શહેર પ્રમુખે મધ્યસ્થી કરવી પડી અને તેમને કહ્યું કે તમારે આ બેઠકમાં નથી જવાનું. તમારે પાલિકા ખાતે સામાન્ય સભાંમા જવાનું છે ત્યારબાદ મેયર છાના માના બેઠા. ઉલ્લેખનીય છે કે, ભાજપની ભવાઈ દિવસે ને દિવસે લોકો સુધી પહોંચી રહી છે ભાજપને વિપક્ષની જરૂરત જ નથી. કારણ કે તેમના પક્ષમાં જ એટલા વિરોધીઓ છે કે તેઓ જ ટાંટિયા ખેંચમાંથી ઊંચા નથી આવતા. એક તરફ શહેર પ્રમુખ બધાને એક કરવાના પ્રયાસોમાં લાગ્યા છે તો બીજી તરફ તમામ લોકો પોતપોતાની દિશામાં અને પોતપોતાની મરજી મુજબ પક્ષને ખેંચી રહ્યા છે. શિસ્તબદ્ધ પાર્ટીના સૈનિકો કહેવડાવતા આ પદાધિકારીઓ અશિસ્તતાની તમામ હદો વટાવી ચૂક્યા છે. ત્યારે હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આ તમામને કેવી રીતે એક જૂથ કરવામાં આવે છે તે ભાજપના મોવડી મંડળ માટે એક મોટી ચેલેન્જ છે.

ગાંધીનગરની બેઠક એવી તો કઈ મહત્વની હતી કે મેયરે જીદ પકડી ? 
ગાંધીનગર ખાતે સ્વદેશી અપનાવો અંગેની બેઠક મળવાની હતી. જેમાં માત્ર હાજરી આપવા માટે જવાનું હતું. તેમાં પણ મેયરે જીદ પકડી કે હું તો ગાંધીનગર જઈશ જ. ત્યારે શું મેયરને હવે ગાંધીનગરનાં અભરખા જાગ્યા છે કે શું તેવી પણ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ગાંધીનગર જવા માટે મેયર શહેર પ્રમુખ સામે જીદ પકડીને બેઠા હતા ત્યારે જાણવા મળ્યા મુજબ શહેર પ્રમુખનું પણ બ્લડ પ્રેશર એક તબક્કે વધી ગયું હતું.

Reporter: admin

Related Post