વડોદરાની અગ્રેસર એનજીઓ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પ્રતિભા - 2025 પ્રકૃતિ કે રંગ ચિત્ર હરિફાઈનું આયોજન સંસ્કારી નગરી વડોદરાના વિદ્યાર્થીઓ માટે આજરોજ સવારના 7:30 થી 9:30 વાગે સયાજીબાગ એમ્પ્પી થિયેટર વડોદરા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ કેટેગરીના 650 થી વધુ કે.જી. થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતું, તમામ કેટેગરીમાં વિજેતાઓને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા ઇનામ તથા ભાગ લેનાર તમામને હરીફાઈમાં ભાગ લેવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને રજીસ્ટ્રેશન જે પણ ફંડ જમા થયો છે.

તે ફંડને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવા ઉપયોગમાં લેવામાં આવશે.આ કાર્યક્રમમાં ખાસ કરીને શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ, સાથે પ્રતિભા ફાઉન્ડેશનના ચેરમેન સચિન સોલંકી અને તેમની ટીમ અને મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિમાં યોજાયું હતું.






Reporter:







