રેલ સંરક્ષમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વડોદરા મંડળના બે કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી રાજુ ભડકે દ્વારા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમ્માન રેલવેની સુરક્ષિત સંચાલન પ્રણાલીને મજબૂત બનાવવામાં તેમની સતર્કતા અને તત્પરતાને માન્યતા આપવા બદલ આપવામાં આવ્યો હતો.

સન્માનિત કર્મચારીઓમાં ફૂલ ચંદ્ર વર્મા (સ્ટેશન અધીક્ષક ) અને દીપક ખરે (ગાડી પ્રબંધક) નો સમાવેશ થાય છે, જેમણે પોતાની ફરજો બજાવતી વખતે સમયસર સંભવિત અકસ્માતો ટાળીને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી હતી.
ફૂલ ચંદ્ર વર્મા (સ્ટેશન અધીક્ષક )
તેમની ફરજ દરમિયાન ટ્રેનોનું નિરીક્ષણ કરતી વખતે તેમણે એક ટ્રેનમાં તૂટેલો બ્રેક બ્લોક જોયો અને તરત જ મિયાગાંવ સ્ટેશન અધિક્ષકને જાણ કરી અને ટ્રેન રોકી. નિરીક્ષણમાં બ્રેક બ્લોક તૂટેલો હોવાની પુષ્ટિ થઈ જેને તાત્કાલિક રિપેર કરવામાં આવી. તેમની સતર્કતાથી એક સંભવિત અકસ્માત ટાળવામાં આવ્યો અને રેલવે મિલકતનો બચાવ થયો.
દીપક ખરે (ટ્રેન મેનેજર)
ખરેએ સતત ત્રણ દિવસમાં નીચેની ઘટનાઓનો અસરકારક રીતે જવાબ આપ્યો:
29 જુલાઈ 2025 - ટ્રેનનું નિરીક્ષણ કરતી વખતે, ખરેને કોચમાં બ્રેક બ્લોક અને વ્હીલ્સ વચ્ચે ધાતુના કણો અટવાયેલા જોવા મળ્યા, જેના કારણે વ્હીલ્સ જામ થઈ ગયા અને વધુ ગરમ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ડેપ્યુટી સ્ટેશન અધીક્ષક અને સીસીઆર/બીઆરસીને આ અંગે જાણ કરી, જેથી સમયસર જરૂરી કાર્યવાહી કરી શકાય.30 જુલાઈ 2025 - ટ્રેન મેનેજર તરીકે કામ કરતી વખતે, તેમણે ટ્રેનના મધ્ય ભાગમાં બ્રેક પ્રેશરમાં અચાનક ઘટાડો જોયો. તેમણે તરત જ લોકો પાયલટને ફ્લેશર લાઇટ ચાલુ કરીને ટ્રેન રોકવાની સૂચના આપી. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે એક કૂતરો એક વેગન સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે બે વેગનનો બીપી પાઇપ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ખરેએ પાઇપ ફરીથી જોડ્યો, હવાનું દબાણ પુનઃસ્થાપિત કર્યું, સાતત્ય પરીક્ષણ કર્યું અને ટ્રેનને સુરક્ષિત રીતે આગળ વધારી.31 જુલાઈ 2025 - ફરજ શરૂ કરતાની સાથે જ તેમણે પોતે ટ્રેનનું નિરીક્ષણ કર્યું જેમાં ટ્રેનના પાછળના ભાગમાં ૧૫મા વેગનમાં બ્રેક બ્લોક અને વ્હીલ્સ વચ્ચે ધાતુના કણો અટવાયેલા જોવા મળ્યા. બ્રેક શૂ વ્હીલ્સ સાથે ચોંટી ગયો હતો. ખરેએ એક પોઈન્ટમેનની મદદથી કણો દૂર કર્યા, વેગન તપાસ્યા અને તેમને સુરક્ષિત શોધી કાઢ્યા અને પછી ટ્રેનને રવાના કરી.
તેમની સક્રિયતા અને ટેકનિકલ સમજણથી માત્ર ગંભીર ઘટનાઓ જ નથી રોકી, પણ સમય ની બચત અને સંરક્ષા ની મિસાલ પણ કાયમ કરી.
મંડળ રેલ પ્રભંધક શ્રી રાજુ ભડકેએ આ કર્મચારીઓની પ્રશંસા કરતા કહ્યું, "મુસાફરોની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. જ્યારે અમારા કર્મચારીઓ આ પ્રકારની સતર્કતા અને જવાબદારી નો પરિચય દર્શાવે છે, તો આ રેલવે માટે ગર્વનો વિષય થાય છે."
Reporter: admin







