પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા ગરમીની ઋતુમાં સ્ટેશનો પર આવનારા યાત્રીઓ માટે સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા માટે સર્વગ્રાહી વ્યવસ્થા કરવામાં આવી છે.

મંડળ રેલવે મેનેજર રાજૂ ભડકેના કુશળ માર્ગદર્શન તથા સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર નરેન્દ્ર કુમારના નેતૃત્વમાં મંડળના તમામ સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતા માટે વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. ગરમીની ઋતુમાં રેલવે સ્ટેશનો પર યાત્રીઓનો અત્યંત ધસારો રહે છે અને રેલવેનો પ્રયત્ન રહે છે કે યાત્રીઓ માટે વધુને વધુ સુવિધાની જોગવાઈ કરવામાં આવે. ગરમીની ઋતુમાં સ્ટેશનો પર આવનારા યાત્રીઓ માટે રેલવે દ્વારા સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા માટે સર્વગ્રાહી વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા મંડળ હેઠળ આવતા વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, આણંદ, નડિયાદ, ગોધરા, ડભોઈ, એકતાનગર અને અન્ય તમામ નાના/મોટા સ્ટેશનો પર યાત્રીઓ માટે સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા માટે સર્વગ્રાહી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનો પર એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે દરેક સમયે પૂરતાં જથ્થામાં પીવાનું પાણી ઉપલબ્ધ હોય.

યાત્રીઓને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે સ્ટેશનો પર લાગેલા તમામ પાણીના નળોનું સમારકામ કરવામાં આવ્યું છે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આની સાથે જ ઠંડા પીવાના પાણી માટે ઉપલબ્ધ વૉટર કૂલરોની સર્વિસ કરવામાં આવી છે જેથી અવિરતપણે ઠંડુ પાણી ઉપલબ્ધ થઈ શકશે. આની સાથે જ હેલ્થ ઈન્સપેક્ટરોને વખતોવખત સ્ટેશનો પર ઉપલબ્ધ પાણીની શુદ્ધતાની તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણીની સ્વચ્છતા માટે ક્લોરાઈડ આધારિત સફાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશનો પર પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિવિધ એનજીઓ, સ્વયંસેવા સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનોએ પણ આગળ વધીને યાત્રીઓ માટે સ્ટેશનો પર સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલાય સ્ટેશનો પર સામાન્ય શ્રેણીના કોચની પાસે યાત્રીઓને છાશ, ઓઆરએસ મિશ્રણ અને કેરીનો બાફલો જેવી ઠંડી પીવાની સામગ્રીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવે વડોદરા મંડળ તમામ યાત્રીઓને આરામદાયક અને સુવિધાજનક યાત્રા અનુભવ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આ સક્રિય ઉપાયોનો ઉદ્દેશ્ય આ ગરમીની ઋતુમાં સ્ટેશનો પર યાત્રીઓને સ્વચ્છ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.



Reporter: admin







