News Portal...

Breaking News :

સાવલી પોઇચા રોડ પર આવેલ કેતન ફાર્મમાં સમૂહ લગ્ન યોજાયા

2025-04-04 15:46:57
સાવલી પોઇચા રોડ પર આવેલ કેતન ફાર્મમાં સમૂહ લગ્ન યોજાયા


સાવલીના ધારાસભ્ય કેતન નામદારના સ્વર્ગસ્થ પિતાના જન્મદિન નિમિત્તે ૧૦ મો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં ૮૭૮ નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચોધરી, વડોદરા સાંસદ હેમાંગ જોશી સહિત ધારા સભ્યો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



સાવલી પોઇચા રોડ પર આવેલ કેતન ફાર્મમાં યોજાયેલ સમૂહ લગ્નમાં પાંચ મુસ્લિમ જોડાઓ એ પણ પ્રભુતામાં પગલા પાડ્યા. ધારાસભ્યના પિતાના નામે ચાલતા સ્વ: મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા  અત્યાર સુધી ૬૨૦૦ થી વધુ યુગલો પ્રભુતા પગલા પાડી ચૂક્યા છે. 


આ શુભ પ્રસંગે એક લાખ થી વધુ ની જંગી જન મેદનીને સંબોધીને મુખ્યમંત્રી એ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ મુખ્યમંત્રી દ્વારા સંબોધનમાં પાણીનું ટીપું ટીપુ બચાવો અને એક માં "નાં શોગંધ ખાઈ ને પ્રતિજ્ઞા લો કે બધા "એક પેડ માં કે લીયે " રોપવાની અપીલ કરી.

Reporter: admin

Related Post