News Portal...

Breaking News :

પાલિકાની વડી કચેરીમાં થપ્પડની ગુંજ યથાવત, સર્વત્ર એક જ ચર્ચા થપ્પડ કેમ પડી ?

2025-02-08 09:41:45
પાલિકાની વડી કચેરીમાં થપ્પડની ગુંજ યથાવત, સર્વત્ર એક જ ચર્ચા થપ્પડ કેમ પડી ?


શહેરના મહાનગરપાલિકા સંકુલમાં સ્થાયી સમિતીના ચેરમેનને પડેલી થપ્પડની ગૂંજ શુક્રવારે પણ પાલિકા કચેરીમાં સાંભળવા મળી હતી અને પાલિકામાં સન્નાટો છવાઇ ગયો હતો. 


થપ્પડની ગૂંજ હજું પણ ઓછી થઇ ન હતી, આ બનાવ બાદ પાલિકાનો સિક્યોરીટી વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયો છે.ગુરુવારે સવારે પાલિકા સંકુલમાં સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીને એક ખાનગી ચેનલના કેમેરામેને લાફો ઝીંકી દીધો હોવાની વાતો વહેતી થતાં પાલિકા કચેરીમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જે માહિતી પાલિકામાં ચર્ચાઇ રહી છે તે મુજબ સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી ગુરુવારે સવારે પોતાની ગાડી લઇને પાલિકા સંકુલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે ગાડીમાંથી પિચકારી મારી હતી જેથી ત્યાં હાજર ખાનગી ચેનલના કેમેરામેને શીતલ મિસ્ત્રીને તમે શહેરમાં સ્વચ્છતાની વાતો કરો છો અને તમે જ આ રીતે પિચકારી મારો છો તેમ કહેતા બંને વચ્ચે મામલો બિચક્યો હતો અને બોલાચાલી થઇ હતી. અને ત્યારબાદ વાત વણસતા કેમેરામેને શીતલ મિસ્ત્રીને લાફો ઝીંકી દીધો હતો.


જો કે આ થપ્પડ કાંડ અંગે શીતલ મિસ્ત્રીએ આવું કંઇ જ બન્યું ના હોવાનો બચાવ કર્યો હતો.શુક્રવાર સવારથી જ થપ્પડ કાંડની ગૂંજ પાલિકામાં જોવા મળી હતી અને એક પ્રકારનો સન્નાટો જોવા મળ્યો હતો. ઘટનાનાં પગલે સિક્યોરિટી વિભાગ પણ એલર્ટ થઇ ગયો હતો. પાલિકાની તમામ કચેરીઓમાં આજે આ જ ઘટનાની કાનાફૂસી થઇ રહી હતી. તમામ કચેરીમાં માત્ર એક જ ચર્ચા ચાલતી હતી કે ખરેખર ગંદકીના લીધે થયેલી બોલાચાલીમાં આ ઘટના બની હતી કે કોઇ બીજું લેતી-દેતીનું કારણ છે? સમગ્ર ઘટનાના સીસીટીવી સચવાય તે જરુરી છે,એવું કહેવાય છે કે આ ઘટના પાલિકાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. જો આ ઘટના કેમેરામાં કેદ થઇ હોય તો તેને સાચવી રાખવાની જવાબદારી પાલિકાના આઇટી વિભાગની છે. નેતાઓ તો આઇટી વિભાગને કહીને સીસીટીવી ફૂટેજ ગાયબ પણ કરાવી શકે છે જેથી તત્કાલિક આ સીસીટીવી ફુટેજની રિકવરી કરવી જોઇએ.

Reporter: admin

Related Post