News Portal...

Breaking News :

લગ્ન પ્રસંગમાંથી પરિવાર સાથે પરત ફરી રહેલા હિતà«

2024-12-09 20:21:36
લગ્ન પ્રસંગમાંથી પરિવાર સાથે પરત ફરી રહેલા હિતà«


વડોદરા : અસામાજિક તત્વો ફરી એક વાર બેફામ થયા હોય તેમ પાણીગેટ મુખ્ય માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના સામે આવી છે. 


સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથકે ગુનો નોંધ્યા બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા હોય તેવા બનાવો અવારનવાર સામે આવે છે, પાણીગેટ મુખ્ય માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના ફરી એકવાર સામે આવી છે.રવિવારની મોડીરાત્રી એ લગ્ન પ્રસંગમાંથી પરિવાર સાથે પરત ફરી રહેલા હિતેશ કહાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. તલવાર અને ચાકુથી હુમલો કરાયો હોવાના આક્ષેપ હિતેશ કહાર કરી રહ્યો છે. હાલ હિતેશ ની હાલત નાજુક હોવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 


હિતેશના જણાવ્યા મુજબ પોલીસમાં તેણે આ મામલે ફરિયાદ કરી છે અને જે રીતે પોલીસ સામાજિક તત્ત્વોને હવે પાઠ ભણાવી રહી છે તે રીતે જ આ અસામાજિક તત્વોને પાઠ ભણાવવો જોઈએ અને સમાજમાં કડક દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ હિતેશ કહાર એ પોલીસ તંત્ર સમક્ષ કરી છે. સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેકટર વાય.કે.મિશ્રા એ બનાવ અંગેનો ગુનો પાણીગેટ પોલીસ મથક ખાતે નોંધવામાં આવ્યો હોવાનું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું અને આરોપીઓ પણ હાથવગે હોવાની માહિતી આપી છે. નોંધાયેલા ગુના મુજબ પાણીગેટ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Reporter: admin

Related Post