News Portal...

Breaking News :

ઝૂલુસ અને તાજિયા ઠંડા થશે પોલીસ દ્વારા સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

2025-07-06 11:03:49
ઝૂલુસ અને તાજિયા ઠંડા થશે પોલીસ દ્વારા સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો



વડોદરાઃ શહેરમાં આવતીકાલે ઝૂલુસ અને તાજિયા ઠંડા કરવામાં આવનાર હોવાથી શહેર પોલીસ દ્વારા સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરે કહ્યું છે કે,આવતી કાલે તાજિયાના તમામ રૂટ પર નોપાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.આ દરમિયાન વાહનવ્યવહાર ડાયવર્ટ કરવામાં આવશે. સ્થાનિક પોલીસની સાથે રેપિડેક્શન ફોર્સ અને એસઆરપીની ચાર કંપનીઓ પણ બંદોબસ્ત જાળવશે.

સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ડીપ પોઇન્ટ તેમજ હાઇરાઇઝ પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે.આવી જ રીતે માંડવી ખાતેથી નીકળનાર ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડા નિમિત્તે પણ બંદોબસ્ત રાખવામાં આવશે.

Reporter: admin

Related Post