News Portal...

Breaking News :

માંડવી ઇમારતના પિલરને પ્રોટેક્શન તો આપી દીધું પણ રિસ્ટોરેશન ક્યારે શરુ કરશો કમિશનર સાહેબ ?

2025-09-11 10:38:21
માંડવી ઇમારતના પિલરને પ્રોટેક્શન તો આપી દીધું પણ રિસ્ટોરેશન ક્યારે શરુ કરશો કમિશનર સાહેબ ?


ઐતિહાસીક માંડવી ઇમારતને રિસ્ટોરેશન કરવાનું વચન આપીને ગયેલા કમિશનર 



માંડવી ઇમારતના પિલરને પ્રોટેક્શન તો આપી દીધું પણ રિસ્ટોરેશન ક્યારે શરુ કરશો કમિશનર સાહેબ ?
ઐતિહાસીક માંડવી ઇમારતને રિસ્ટોરેશન કરવાનું વચન આપીને ગયેલા કમિશનર અરુણ મહેશ બાબુ હવે ઝડપથી માંડવી ઇમારતનું રિસ્ટોરેશન કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરે તે જરુરી છે. માંડવી ઇમારત જર્જરીત થઇ ગઇ છે અને તેને તાત્કાલિક ધોરણે રિસ્ટોરેશન કરાય તે ખુબ જરુરી છે. જો ઝડપથી રિસ્ટોરેશન નહી કરાય તો કોઇ પણ દૂર્ઘટના બની શકે છે. પૂજારી હરિઓમ વ્યાસ સતત 151 દિવસથી તપ કરી રહ્યા છે પણ હજું તો માત્ર માંડવીના પિલરોને પ્રોટેક્શન આપવાનું કામ ચાલી રહ્યું છે. ક્યારે ટેન્ડર ખુલશે અને ક્યારે ટેન્ડર ફાયનલ થશે અને ક્યારે કોન્ટ્રાક્ટર કામ શરુ કરશે તે યક્ષ પ્રશ્ન છે પણ એટલી હકીકત સાચી છે કે જ્યારે કોન્ટ્રાક્ટર કામ શરુ કરવા આવશે ત્યારે માંડવી ઇમારતથી બદતર હાલત થઇ ગઇ હશે. કોર્પોરેશન ટેન્ડરીંગના કામમાં ઝડપ લાવે તે જરુરી છે.માંડવી દરવાજાના જર્જરીત પીલરને પ્રોટેક્શન માટે લોખંડની પ્લેટો વડે વેલ્ડીંગ કરીને ગોળાકારમાં તૈયાર કરવામાં આવ્યો ત્યાર પછી ગોળાકારમાં લગાવેલી પ્લેટોને વધુ મજબૂત કરવા માટે બહારથી લોખંડના સળિયાઓ  લગાવાયા છે. ત્યાર પછી આ ગોળાકારની અંદરના ભાગમાં રેતી ઈંટો ટુકડા ગોળનું પાણી ચુનાનુ ગરમ પાણી નાખીને આ ગોળાકારનું આખું બોક્સ ભરી દેવામાં આવ્યું છે. આ રીતે જર્જરીત પીલરને સેફટી આપવાનું કામ કરવામાં આવ્યું ને આજના દિવસના આ ગોળાકારમાં લગાવીને પ્લેટોની બહારથી સફેદ ઓઇલ પેન્ટ કલર કરવામાં આવ્યો છે. આ કામગીરીને આજે 18 દિવસ પૂરા થયા છે પરંતુ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર ખોલવામાં આવ્યું નથી 



પરંતુ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર ખોલવામાં આવ્યું નથી
આજે મારા તપના 151 માં દિવસે ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરીત પીલરને પ્રોટેક્શન માટે લોખંડની પ્લેટો વડે વેલ્ડીંગ કરીને ગોળાકારમાં તૈયાર કરવામાં આવ્યો ત્યાર પછી ગોળાકારમાં લગાવેલી પ્લેટોને વધુ મજબૂત કરવા માટે બહારથી લોખંડના સળિયાઓને ગોળાકારમાં બિલ્ડીંગ કરવામાં આવ્યા ત્યાર પછી આ ગોળાકાર ની અંદર ના ભાગમાં રેતી ઈંટો ટુકડા ગોળનું પાણી ચુનાનુ ગરમ પાણી નાખીને આ ગોળાકારનું આખું બોક્સ ભરી દેવામાં આવ્યું છે. આ રીતે જર્જરી પીલરને સેફટી આપવાનું કામ કરવામાં આવ્યું ને આજના દિવસના આ ગોળાકારમાં લગાવીને પ્લેટોની બહારથી સફેદ ઓઇલ પેન્ટ કલર કરવામાં આવ્યો છે આમ આ કામગીરીને આજે 18 દિવસ પૂરા થયા છે પરંતુ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર ખોલવામાં આવ્યું નથી ને હજી સુધી આ કામ કોઈને સોંપાયું નથી તો મહાનગરપાલિકાના કમિશનર આ કામગીરી ઝડપથી કરાવે એવી નમ્ર વિનંતી છે જેથી કરીને આ ઐતિહાસિક માંડવી દરવાજાનું રિસ્ટોરેશનનું કામ ઝડપથી શરૂ થાય
હરિઓમ વ્યાસ, પૂજારી

Reporter: admin

Related Post