News Portal...

Breaking News :

ના જોવાના ચશ્મા પણ મળે છે:મનપા અધિકારીઓ પહેરે છે.એ ચશ્મા પહેરી લો તો ચાર માળની ઇમારત દેખાય જ નહિ અથ

2024-06-12 12:02:45
ના જોવાના ચશ્મા પણ મળે છે:મનપા અધિકારીઓ પહેરે છે.એ ચશ્મા પહેરી લો તો ચાર માળની ઇમારત દેખાય જ નહિ અથ


ચશ્મા દૃષ્ટિ સુધારવા માટે છે,ઝાંખું દેખાતું હોય તો સ્પષ્ટ જોવા માટે છે,લાંબા કે ટૂંકા અંતરની દૃષ્ટિ સુધારવા માટે છે.પરંતુ તમને ખબર છે કે ના જોવા માટેના ચશ્મા પણ મળે છે. એ ચશ્મા પહેરી લો તો ચાર માળની ઇમારત દેખાય જ નહિ.અથવા તો બે માળ જ દેખાય. એ જગ્યાએ સપાટ મેદાન જોવું હોય તો એ પણ દેખાય.


ખાસ કરીને મનપા અધિકારીઓ,સરકારી અધિકારીઓ આવા ચશ્મા જરૂર પડે ત્યારે પહેરી લે છે.જરૂર લાગે ત્યારે ચશ્મા ઉતારીને બધું ચોખ્ખે ચોખ્ખું જોઈ લે છે.દૂર થી પણ અને નજીક થી પણ જોઈ લે છે.અગાઉ સફેદ ઘર નામનો એક તોતિંગ બંગલો ધરાર સરકારી જમીન પર ખડકી દેવામાં આવ્યો.સરકારી અમલદારો એ ના જોવાના ચશ્મા પહેરી લીધા તો વર્ષો સુધી એ જગ્યાએ સપાટ મેદાન જ દેખાયા કર્યું.પછી કેટલાક લોકોએ બળજબરી થી એ ચશ્મા ઉતરાવ્યા તો મસમોટું મકાન દેખાયું.નામ સફેદ મકાન હતું પરંતુ વાસ્તવમાં એ કાળું મકાન - બ્લેક હાઉસ હતું.હવે કાળો રંગ જોવા ખૂબ મહેનત કરવી પડે અને એવી મહેનત કોણ કરે?ચશ્મા ઉતારો ફિર દેખો યારો ની ધૂન કેટલાક લોકોએ સતત વગાડ્યા કરી.એટલે નાછૂટકે ચશ્મા ઉતારવા પડ્યા અને મકાન દેખાયું.કોઈ ઉપાય ન રહ્યો તો તોડી પાડ્યું. મુસાજી ના વા ને પાણી.

Reporter: News Plus

Related Post