વડોદરા : પતંજલિ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય યોગ ઋષિ રામદેવજી મહારાજના આશીર્વાદથી તેમના શિષ્ય લક્ષ્મણ ગુરુવાણી દ્વારા શ્રીરંગ રાજેશ આયરે તેમજ રાજેશ આયરેના સહયોગથી સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી મેદાન ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે આ શિબિરમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી એ પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી આજના કાર્યક્રમમાં ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સત્યેન કુલાબકર આયોજન સમિતિના રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે હેમલતાબેન ગોર પણ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ આ યોગ અભ્યાસ શિબિરમાં ભાગ લીધો હતો અને તે બાદ સાત્વિક આહારનો પણ આનંદ માણ્યો હતો.






Reporter: admin







