News Portal...

Breaking News :

યશસ્વી જયસ્વાલનો કીર્તિમાન: 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો ભવ્ય રેકોર્ડ

2025-06-21 15:37:34
યશસ્વી જયસ્વાલનો કીર્તિમાન: 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો ભવ્ય રેકોર્ડ


લીડ્સ : 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં યશસ્વી જયસ્વાલ વિશ્વનો પહેલો વિઝિટિંગ બેટ્સમેન બન્યો છે, જેણે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર પોતાના પહેલા જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી કમાલ કરી છે. 



જયસ્વાલે ગયા વર્ષે નવેમ્બર 2024માં પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને 161 રનની ઇનિંગ રમી હતી.જયસ્વાલની આ ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી જ ટેસ્ટ મેચ હતી. હવે તેણે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં 101 રનની ઉત્તમ ઇનિંગ રમી છે.સોશિયલ મીડિયા પર પણ  યશસ્વી જયસ્વાલની આ સદીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે  હજુ સુધી 20 ટેસ્ટ મેચમાં 54.26ની એવરેજથી 1899 રન બનાવ્યા છે. 



દરમિયાન તેણે  2 બમણી સદી સાથે  5 સદી  અને 10 અર્ધશદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો બેસ્ટ સ્કોર 214 રન છે. ઇંગ્લેન્ડ સામે લીડ્સના હેડિંગ્લે મેદાન પર ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે જયસ્વાલે પોતાના ટેસ્ટ કરિયરની 5 પાંચમી સદી ફટકારી હતી. જયસ્વાલે 159 બોલમાં 101 રન બનાવ્યા. દરમિયાન તેણે 63.52ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 16 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જયસ્વાલે  દરમિયાન એવું કરી બતાવ્યું જે 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી થયું.

Reporter: admin

Related Post