ગુસ્સામાં આવી જોર જોરથી ગોળી મારવાની પણ એક બે લોકોને ધમકી આપી હતી..
પેટ્રોલ પંપ વિવાદ ઉભો કરીને ભાજપના નેતાઓ-કાર્યકરો ઉપર આરોપ લગાવનાર યજ્ઞેશ શાસ્ત્રી વિવાદીત હોવાનું બહાર આવ્યું છે. યજ્ઞેશ શાસ્ત્રી અગાઉ કોરોનાકાળમાં જ્યાં રહેતો હતો તે અટલાદરાની શ્રીજી વિલા બંગલોઝમાં રહેતા રહિશોએ 2021ના વર્ષમાં યજ્ઞેશ શાસ્ત્રી વારંવાર સોસાયટીમાં એક બીજાને ધાકધમકી કરતો હોવાની ફરિયાદ જેપી રોડ પોલીસ સમક્ષ કરી હતી. અટલાદરાની શ્રીજી વિલા બંગલોઝ ઓનર્સ એસોસિએશને જેપી રોડ પીઆઇને સંબોધીને કરેલી ફરિયાદમાં જણાવાયું હતું કે અમારી સોસાયટીમાં બંગલો નંબર 45માં રહેતો યજ્ઞેશ શાસ્ત્રી કે જે ઘણો માથાભારે છે અને છેલ્લા ત્રણ વર્ષથી તે સોસાયટીમાં યેનકેન પ્રકારે કોઇ બહાના હેઠળ વિખવાદ ઉભો કરીને અલગ અલગ લોકો સાથે ઝઘડા કરીને ખોટી ધાકધમકી આપી બિભત્સ વર્તન કરીને સોસાયટીનો જાણે કે ડોન થવા માગતો હોય તેમ વર્તન કરીને શાંતિ ડહોળવાની સ્થિતિ ઉભી કરે છે. વારંવાર તેને સમજાવવા છતાં તે પોતે મોટી મોટી વાતો કરીને સામાવાળાને દબાવાનો પ્રયત્ન કરે છે. પોતે પોતાની પાસે રિવોલ્વર હોવાની વાત પણ દોહરાવ્યા કરે છે. અને ગુસ્સામાં આવી જોર જોરથી ગોળી મારવાની પણ એક બે લોકોને ધમકી આપેલી છે. આ ઇસમ ઘણો માથાભારે છે. અમારા જાણવા મુજબ આ ઇસમે અમારી સોસાયટીના બિલ્ડર સાથે પણ ધમાલ કરેલી હતી. આમ આ ઇસમ એવુ કૃત્ય કરવા વારંવાર ટેવાયેલો છે. ગત 4-04-2021ના રોજ અમારી સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં પણ સેક્રેટરી પુનમભાઇ રાવલ સાથે પણ મારામારી કરી મિટીંગમાં વિખવાદ ઉભો કર્યો હતો. આ લગત પુનમભાઇએ તે જ દિવસે સાંજે આપ સાહેબની કચેરીમાં તમને મળીને અરજ આપેલ છે. આ ઇસમ સોસાયટીમાં અલગ અલગ ઘણા સિનીયર રહિશો સાથે આવી રીતે ઝઘડા કરતો રહે છે તેમજ એક વર્ષથી તેણે મેઇન્ટેનન્સ ની રકમ પણ જમા કરાવી નથી. અરજીમાં જણાવાયું છે કે સેક્રેટરીએ આપેલી અરજીની તત્કાળ તપાસ કરીને આ ઇસમને સજા કરાવવાની વિનંતી છે. જો તેમાં ઢીલ મુકાશે તો સોસાયટીમાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.
પોતાની પાસે રિવોલ્વર હોવાનું જણાવી ગોળી મારવાની ધમકી આપે છે...
અરજીમાં રહિશો દ્વારા જણાવાયું છે કે સોસાયટીનો જાણે કે ડોન થવા માગતો હોય તેમ વર્તન કરીને શાંતિ ડહોળવાની સ્થિતિ ઉભી કરે છે. વારંવાર તેને સમજાવવા છતાં તે પોતે મોટી મોટી વાતો કરીને સામાવાળાને દબાવાનો પ્રયત્ન કરે છે. પોતે પોતાની પાસે રિવોલ્વર હોવાની વાત પણ દોહરાવ્યા કરે છે. અને ગુસ્સામાં આવી જોર જોરથી ગોળી મારવાની પણ એક બે લોકોને ધમકી આપેલી છે.
Reporter: admin







