News Portal...

Breaking News :

ટ્રાફિક પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવનો પ્રારંભઅલગ અલગ વિસ્તારોમાં 14 ટીમોનું ચેકિંગ

2024-06-22 20:19:03
ટ્રાફિક પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવનો પ્રારંભઅલગ અલગ વિસ્તારોમાં 14 ટીમોનું ચેકિંગ



શહેરના રાજમાર્ગો પર રોંગ સાઈડે વાહન હંકારતા બેદરકાર વાહન ચાલકો સામે પોલીસે એક અઠવાડિયાની ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં આજે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને જે તે વિસ્તારમાં રોંગસાઈડમાં દોડતા વાહનો વિરુધ્ધ 
કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસના ડીસીપી જ્યોતિ પટેલ જણાવે છે કે, ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ પર પકડાતા 50 વર્ષથી વધારેની ઉંમરના વાહન ચાલકોને પોલીસ સ્ટેશન લઈ જઈને એમનુ કાઉન્સિલીંગ કરવામાં આવશે. 
ઉપરાંત, રોંગ સાઈડ પર વાહનો દોડાવવામાં કોઈ હેબિટ્યુઅલ જણાશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એનુ લાયસન્સ રદ્દ કરવાની ભલામણ આટીઓમાં કરાશે. 



વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાએ આગામી એક સપ્તાહ માટે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. જેના અંતર્ગત પોલીસે જુદીજુદી ટીમો બનાવીને અલગ-અલગ વિસ્તારના રાજમાર્ગો પર રોંગ સાઈડે દોડતા વાહનોને પકડવાની કામગીરી શરૂ 
કરી હતી. જે દરમિયાન ઘણા વાહન ચાલકો એવા જોવા મળ્યા હતા. જેઓ રોંગ સાઈડ પર વાહન ચલાવવા માટે ટેવાયેલા હતા. આજે પોલીસ અધિકારીઓએ એમને બેનિફિટ ઓફ ડાઉટના આધારે કાઉન્સિલીંગ કરીને જવા દીધા હતા. 




કેટલાક પચાસ વર્ષથી ઉપરની વયના લોકો  હતા જેમને પોલીસે સમજાવીને છોડી દીધા હતા. ટ્રાફિક પોલીસના ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યુ હતુ કે, રોંગ સાઈડની ડ્રાઈવનો આજે પહેલો દિવસ છે. એટલે વાહન ચાલકોને સમજાવી પટાવીને કામ લેવામાં આવ્યુ હતુ. પણ જો આવતીકાલથી કોઈ રોંગ સાઈડ પર વાહન ચલાવતા પકડાશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ એમની સામે આઈપીસીની ધારા 279 અને એમવી એક્ટ 184 મુજબની કાર્યવાહી કરશે. આગામી એક સપ્તાહ સુધી પોલીસની ડ્રાઈવ ચાલુ રહેશે. જે દરમિયાન ટ્રાફિક પોલીસનું ફોક્સ રોંગ સાઈડે દોડતા વાહનો જ રહેવાના છે. આજે પોલીસની 14 ટીમોએ જુદાજુદા વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતુ. 
 આજે પોલીસની ઝુંબેશ રોંગ સાઈડ આવતા કુલ પાંચ વાહન ચાલકોને બાઈક ઈ ચલણના નાણા ભરાવી ભવિષ્યમાં આ રીતે ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન ના કરે અને પોતાની સુરક્ષા અંગે ધ્યાન રાખે તે માટે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 146 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

Reporter: News Plus

Related Post