રુપમ ટોકિઝની સામે આવેલા શેલના પેટ્રોલપંપની સામે બે દિવસ પહેલા થયેલી જાહેરમાર્ગ પર થયેલી કરપીણ હત્યાના ચકચારી બનાવમાં વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને પકડી પાડવામાં સફળતા હાંસલ કરી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓને કુંભારવાડા પોલીસને હવાલે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં ગઈકાલે બે આરોપીઓની પોલીસે દેવગઢ બારિયામાંથી ધરપકડ કરી હતી. આમ મર્ડર કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ શેખનું બે દિવસ પહેલા રુપમ ટોકિઝની સામે ઘાતકી મર્ડર થયુ હતુ. અબ્દુલ સાજીદની હત્યા બીજા લગ્ન કરવા બાબતે થઈ હતી. એની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમે બંનેને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાંથી પકડી પાડ્યા હતા. હકીકતમાં ચંદુના મર્ડર કેસમાં ચાર જણાની સંડોવણી હતી. પહેલા જ દિવસે બે આરોપીઓ પકડાઈ ગયા હતા. જ્યારે બીજા બે આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા માટે નાસતા ફરતા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે બાકીના બે આરોપીઓને પણ ગઈકાલે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં મહોંમદ ઉમર કાસમ શેખ અને જીલાની કાસમ શેખનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આરોપી મહોંમદ ઉમર અને જીલાની શેખની બહેન સાથે ચંદુઓ બીજુ લગ્ન કર્યું હોવાથી તેની અદાલત રાખીને કુલ ચાર શખ્સોએ ભેગા મળીને ચંદુની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. ઉપરોક્ત બનાવ અંગે કુંભારવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ચારે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.
Reporter: News Plus